સુરત: વર્તમાન સમયમાં હિન્દુ સંસ્કૃતિનું આચરણ યુવા પેઢી કઈ રીતે કરે તે બાબત એક મોટો પડકાર બને છે. કારણ કે વિદેશી કલ્ચરના કારણે યુવાનો હવે હિન્દુ સંસ્કૃતિને વિસરતા જઈ રહ્યા છે. ત્યારે સુરતની એક શાળા દ્વારા સનાતન સંસ્કૃતિને બચાવવા માટે અને બાળકોમાં નાનપણથી જ ભગવત ગીતાનું જ્ઞાન આવે એટલા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અનોખું દિવાળી હોમવર્ક આપવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થી ભગવત ગીતાના શ્લોકોથી મોટીવેટ થાય અને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન બાળકોને મળે તેવા હેતુથી બાળકોને દિવાળી વેકેશનના હોમવર્કમાં ભગવત ગીતાના લોકોનું પઠન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ત્યારે આ અંગે વાતચીત કરતા, શાળાના વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શ્રીમદ્ ભગવત ગીતા ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલા તમામ શબ્દો છે અને આ ભગવત ગીતા સાંભળ્યા બાદ અર્જુનને પોતાના પાંડવ ભાઈઓ સાથે મળીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું અને વર્તમાન સમયમાં પણ જો કોઈ યુવાનો ભગવત ગીતાના શ્લોકોનો પઠન કરે અને તેમાંથી ઇન્સ્પિરેશન મેળવે એટલા માટે શાળા દ્વારા જે દિવાળી હોમવર્ક આપવામાં આવ્યું છે તે હોમ વર્ક ખૂબ જ અનોખું હોમવર્ક છે.

આ ઉપરાંત શાળાના કેમ્પસ ડાયરેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં દરેક શાળામાં વિદ્યાર્થીઓને દિવાળીના હોમવર્ક પેટે શાળામાંથી ગૃહકાર્ય આપવામાં આવતું હોય છે અને આ ગૃહકાર્ય જે તે વિષયોનું જ હોય છે જે વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8માં ભગવદ્ ગીતાના પાઠોનો જે કોર્સ એડ કરવામાં આવ્યો છે. તે કોર્ષ વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓ જાણે અને શ્રીમદ ભગવત ગીતાના શ્લોકો વિદ્યાર્થીઓને કંઠસ્થ થાય એટલા માટે આ પ્રયાસ આ વર્ષે શાળા દ્વારા કરવામાં આવ્યો છે અને શાળાના 10000 જેટલા વિદ્યાર્થીઓ ભગવત ગીતાના લોકોનું પઠન કરશે અને લોકો કંઠસ્થ થયા બાદ તેનો એક વિડિયો સ્કૂલના whatsapp નંબર પર મોકલીને પોતાનું ગ્રુહ કાર્ય પૂર્ણ કરશે. શાળા દ્વારા અનોખો પ્રયાસ સનાતન સંસ્કૃતિની જાળવી રાખવા અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વધુમાં વધુ પ્રચાર થાય તે હેતુથી કરવામાં આવ્યો છે. તો શાળા દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો છે અને શાળાને આશા છે કે ભાગવત ગીતાના પાઠનું પઠન કર્યા બાદ વિદ્યાર્થીઓમાં સંપૂર્ણપણે પરિવર્તન જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.