કહેવાઈ છે કે બધા માટે દિવાળી સરખી નથી હોતી. કોઈ માટે સારી તો કોઈ માટે નરસી હોઈ છે, ત્યારે પોરબંદરમાં કોઈની દિવાળી નરસી ના જઈ તે માટે એક હકારાત્મક પ્રયાસ નવી બંદર પોલીસ PSI દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં PSI પ્રીતિ ઝાલાએ પોરબંદરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા બાળકોને ફટાકડા ની કીટનું વિતરણ કર્યું હતું.
આ અંગે વિગતે વાત જર્વામાં આવે તો, પોરબંદરના નવી બંદર જાબાઝ પોલીસ PSI પ્રીતિ ઝાલાને એક સુંદર મજાનો વિચાર આવ્યો કે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા જરૂરિયાત મદ વ્યક્તિઓના બાળકોને દિવાળી ના પર્વને ધા ફટાકડા ફોડવાથી વંચિત રહેતા હોય તે હેતુથી નવી બંદર પીએસઆઇ શ્રી પ્રીતિ ઝાલા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા તમામ બાળકોને ફટાકડાની કીટ વિતરણ કરવામાં આવી હતી જેથી કરીને ઝુપડપટ્ટી વિસ્તારમાં વસતા જરૂરિયાત મંદ લોકોના બાળકો પણ સારી રીતે દિવાળીનો પર્વ ની ધામધૂમથી ઉજવણી કરી શકે તે હેતુથી નવી બંદર પોલીસ પીએસઆઇ શ્રી પ્રીતિ ઝાલા સાહેબ દ્વારા ફટાકડાની કીટ અર્પણ કરીને એક ઉમીદા કાર્ય કરવામાં આવ્યું જેને લઈને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકો દ્વારા તેઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
પરેશ નિમાવત