- દુકાનોમાં સામુહિક રીતે ચેકિંગ હાથ ધર્યું
- મીઠાઈ-ફરસાણના સેમ્પલો લઇ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ
જામનગર ખાતે મહાનગરપાલિકાની ફુડ શાખાએ આજે સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી મીઠાઈ ફરસાણની દુકાનોમાં સામુહિક રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ દુકાનમાં રાખવામાં આવેલી તૈયાર મીઠાઈઓ તેમજ ફરસાણ વગેરેના સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જે અંગે વિગતે વાત કરવામાં આવે તો, જામનગરમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની ફુડશાખાએ સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી દુકાનોમાં ચેકીંગ કરી મીઠાઇ અને ફરસાણના નમૂના લીધા હતાં. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અવિરત ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ગુરૂવારે સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકીંગ કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જુદી-જુદી મીઠાઇ અને ફરસાણનું ચેકિંગ કરી નમુના લેવામાં આવ્યા હતાં. આટલું જ નહીં દિવાળીના તહેવારોને અનુલક્ષીને દિવસભર ચેકીંગની કામગીરી ચાલી હતી. અત્રે નોંધનીય છે કે, અગાઉ કરેલા ચેકીંગના કોઇ નમૂનાના રિપોર્ટ હજ આવ્યા નથી.