• અરજદારોના પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી ત્વરિત કાર્યવાહી હાથ ધરવા કલેકટરનું સૂચન

ગીર સોમનાથ: કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટરએ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યાં હતાં.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ગામતળના રસ્તા પરના દબાણો, સીમતળના ખેતરાઉ રસ્તા અંગે, બીનખેતી કરવા અંગે, જમીન સંપાદનને લગતા પ્રશ્નો વગેરે રજૂઆતોને કલેકટરશ્રીએ સાંભળી હતી તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા પીજીવીસીએલ, ખેતીવાડી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અતુલ કૉટૅચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.