દિવાળીનો તહેવાર આવવાને થોડા દિવસનો સમય બાકી રહ્યો છે. આ ખાસ તહેવાર પર ઘરને રોશનીથી શરણગારવામાં આવે છે. તેમજ ઘરે અવનવા પકવાનો પણ બનાવવામાં આવે છે. તો ચાલો જાણો દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે બાળકોની સલામતીનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ.
દિવાળાની તહેવારમાં સૌ કોઈના ચહેરા પર ખુશી જોવા મળતી હોય છે. તેમજ આ તહેવારની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. તેમજ લોકો ફટાકડા ફોડવામાં એટલા મગ્ન થઈ જાય છે કે, તેની સલામતીનું ધ્યાન રાખતા નથી અને દુર્ઘટના બને છે.
દિવાળીના તહેવારમાં બાળકોને લઈ કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. તેમજ આ ટિપ્સથી તમે દિવાળીનું સારી રીતે સેલિબ્રેશન કરી શકો છો. ફટાકડા ફોડતી વખતે બાળકોને માસ્ક જરુરી પહેરાવવું જોઈએ,
ખાસ કરીને દિવાળીમાં બાળકોના કપડાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ બાળકોને કપડાં ફુલ સ્લીવના પહેરાવો. આ ઉપરાંત પ્રયત્ન કરો કે, બાળકોને સાદા અને કોટનના કપડાં પહેરાવો. અને એક વાત ખાસ ધ્યાન રાખવું કે, એવા કપડાં પહેરાવવા કે,જેનાથી બાળકનું શરીર આખું ઢંકાય જાય.
જો બાળકો એકલા ફટાકડાં ફોડવાની જીદ કરે તો આવું કરવા દેતા નહિ. તેમજ તમે પણ તેની સાથે ફટકડાં ફોડતી વખતે સાથે રહો. જેનાથી બાળક સુરક્ષિત રહે અને દિવાળી સારી રીતે સેલિબ્રેશન સેફ્ટી સાથે કરી શકે,
જો તમારા ઘરે નાનું બાળક છે, તો તેના કાનમાં કોટન બોલ રાખી દો, આનાથી બાળકના કાનમાં ફટાકડાંનો મોટો અવાજ વધારે જશે નહિ. તેમજ શક્ય હોય તો નવજાત બાળકને ઘરની બહાર નીકાળવું જોઈએ નહિ.