- ભારતીય રેલવેએ દિવાળીના તહેવારમાં લોકોને ભેટ આપી
- 7000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે
- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં જણાવ્યું
ભારતીય રેલવેએ દિવાળી અને છઠ્ઠના તહેવાર પર લોકોને ભેટ આપી છે. ત્યારે વાસ્તવમાં, આ વખતે 2023 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે કેબિનેટની બેઠકમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે ભારતીય રેલવેએ કુલ 4500 વિશેષ ટ્રેનો દોડાવી હતી. આ વર્ષે આ સંખ્યા વધારીને 7000 કરવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારનો દાવો છે કે આ વર્ષે લગભગ 2 લાખ વધારાના લોકો વિશેષ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દિવાળી તહેવાર દરમિયાન મુસાફરી કરતા લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તેમણે કહ્યું કે આ સિવાય રેલવે અને RPF ના જવાનોને ભીડને નિયંત્રિત કરવા અને સ્ટેશનો પર વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દિવાળી અને છઠના તહેવારો માટે દરેક મુખ્ય સ્ટેશન પર એક અલગ ઓપરેશન રૂમ બનાવવામાં આવ્યો છે.
સ્પેશિયલ ટ્રેન સિવાય આ એક વિકલ્પ પણ છે
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, સ્પેશિયલ ટ્રેનો સિવાય દરેક મોટા સ્ટેશન અને ઝોનમાં કેટલાક કોચ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જેથી જરૂર પડે તેમને વ્યસ્ત રૂટ પર દોડાવી શકાય છે. તેમજ રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોને વધારાની અથવા વિશેષ ટ્રેનોની માહિતી IRCTC વેબસાઇટ અથવા IRCTC મોબાઇલ એપ પર મળશે. આ ઉપરાંત તેઓ તેમના નજીકના રેલવે સ્ટેશન, વેબસાઈટ અથવા એપ પરથી સરળતાથી ટિકિટ બુક કરાવી શકે છે.
તમારી ટિકિટ બુક કરો
તમારે ટિકિટ બુક કરવા માટે, IRCTC વેબસાઇટ પર લોગિન કરો. જો તમારી પાસે પહેલેથી એકાઉન્ટ નથી, તો “નોંધણી કરો” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવો. એકાઉન્ટ લોગિન કર્યા પછી, ફાઇન્ડ ટ્રેન્સ અથવા સર્ચ બટન પર તમારી ટ્રેન પસંદ કરો. ત્યારબાદ મુસાફરનું નામ, ઉંમર અને અન્ય જરૂરી માહિતી ભરો. ત્યારપછી ટિકિટની કિંમત ચૂકવો અને ટિકિટ ડાઉનલોડ કરો.