- પૂર્વી લદ્દાખ સેક્ટરમાંથી ભારત અને ચીની સૈનિકોને હટાવવાનું શરૂ: 10 દિવસ બાદ હવે પેટ્રોલિંગ શરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત રંગ લાવી રહી છે. ભારત – ચીન વચ્ચેનો વર્ષો જૂનો તણાવ હવે ખતમ થઈ રહ્યો છે. પૂર્વી લદ્દાખ સેક્ટરના ડેમચોક અને ડેપસાંગથી ભારતીય અને ચીની સૈનિકોને હટાવવાની શરૂઆત થઈ ગઈ છે. 4 દિવસ પહેલાં બંને દેશો વચ્ચે એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે થયેલા કરારો અનુસાર ભારતીય સૈનિકોએ તેમનાં વાહનો અને દારૂગોળો પરત લાવવાનું શરૂ કરી દીધું છે.
અહેવાલો અનુસાર શુક્રવારે ભારતીય સૈનિકો પાછા હટી જવાની માહિતી મળી હતી. આ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે 21 ઓક્ટોબરે બોર્ડર પેટ્રોલિંગ સિસ્ટમ પર સમજૂતી થઈ છે. આ મે 2020 (ગલવાન મુકાબલો) પહેલાંની સ્થિતિને પાછી લાવશે. આ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે 21 ઓક્ટોબરે બોર્ડર પેટ્રોલિંગ સિસ્ટમ પર સમજૂતી થઈ છે. આ મે 2020 (ગલવાન મુકાબલો) પહેલાંની સ્થિતિને પાછી લાવશે. 21 ઓક્ટોબરના રોજ સવારે 4.30 વાગ્યે બંને દેશોના કોપ્ર્સ કમાન્ડરોએ અંતિમ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી, બંને દેશોની સેનાઓ નાનાં જૂથોમાં પીછેહઠ કરવા લાગી. સૈનિકોએ તંબુ અને શેડ જેવા કેટલાક અસ્થાયી બાંધકામોને હટાવી દીધા છે, તેને સંપૂર્ણપણે પાછી ખેંચવામાં થોડો સમય લાગશે. ભારતીય સેનાએ આશા વ્યક્ત કરી છે કે સૈનિકો હવે ડેપસાંગમાં પેટ્રોલિંગ પોઈન્ટ 10, 11, 11એ, 12 અને 13 સુધી પહોંચી શકશે. આમાં ઉત્તરમાં દૌલત બેગ ઓલ્ડી અને કારાકોરમ પાસ તરફ 16 હજાર ફૂટની ઊંચાઈએ ટેબલ ટોપ પ્લેટુનો સમાવેશ થાય છે.દક્ષિણમાં ડેમચોક નજીક ચાર્ડિંગ નિંગલુંગ નાલા ટ્રેક જંકશનથી પણ સૈનિકો પાછા હટી રહ્યા છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય વિસ્તારમાં કેટલાક ટેન્ટ લગાવ્યા હતા.
બધું બરાબર રહેશે તો 10 દિવસમાં પેટ્રોલિંગ શરૂ થઈ શકે છે. એલએસીના તે તમામ 63 પોઈન્ટ પર પરસ્પર સંમતિથી પેટ્રોલિંગ શરૂ કરી શકાય છે. આમાં પેંગોંગ ત્સોના ઉત્તરીય છેડે ફિંગર 8 સુધી પેટ્રોલિંગ ફરી શરૂ કરવાનો સમાવેશ થાય છે, જ્યાં ભારતીય સેના ફિંગર 4 સુધી જઈ શકી ન હતી.ભારતીય સૈનિકો આ વિસ્તારમાં ચીનની પેટ્રોલિંગ ટીમને પણ રોકશે નહીં. સામ-સામે અથડામણ ટાળવા માટે, બંને સેનાઓ એકબીજાને તેમના પેટ્રોલિંગની તારીખ અને સમય વિશે અગાઉથી જાણ કરશે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે સૈનિકો વચ્ચે કોઈ અથડામણ અને હિંસા ન થાય.
ભારત-ચીન વચ્ચેની શાંતિ પહેલને યુએસએ આવકારી
યુનાઇટેડ સ્ટેટ્સે ચીન સાથેના ભારતના એલએસી કરારને આવકાર્યો છે જેણે પૂર્વી લદ્દાખમાં સૈન્ય અવરોધનો અંત લાવ્યો છે, યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ કહ્યું કે યુએસએ હંમેશા ભારતના વ્યૂહાત્મક હિતોને સમર્થન આપ્યું છે અને તેની સરહદોના આદરને સમર્થન આપ્યું છે. બુધવારે 5 વર્ષમાં રશિયામાં તેમની પ્રથમ સત્તાવાર બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા કરારને સમર્થન આપવામાં આવ્યું હતું, મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સ્થિર સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરશે.