• વિશ્ર્વ એઇડ્સ દિવસની ઉજવણીનું કાઉન્ટ ડાઉન
  • આ વર્ષની થીમ: ‘અધિકારનો માર્ગ અપનાવો’ છે, જેનો હેતુ માનવ અધિકારો સાથે, અગ્રણી સમુદાયો સાથે જોડીને વાયરસના વાહકોના અધિકારોનું રક્ષણ સાથે સ્વચ્છ્ વાતાવરણ નિર્માણ કરવાનો છે

સમગ્ર વિશ્ર્વમાં 1981માં પ્રથમવાર એઇડ્સનો વાયરસ એચ.આઇ.વી. પ્રથમવાર જોવા મળેલ હતો. આપણા દેશમાં તેનો પ્રથમ કેસ 1986માં જોવા મળેલ હતો. આજે 43 વર્ષે પણ વિશ્ર્વનું મેડીકલ સાયન્સ તેની કોઇ ચોક્કસ રસી શોધી નથી શક્યું. આજે પણ સમગ્ર વિશ્ર્વમાં તેના કેસોને રોજ વધારો જોવા મળે છે. એઇડ્સની સૌથી મોટી અસર આફ્રિકા અને ભારતમાં વધુ જોવા મળે છે. આપણા દેશમાં રોજના 185થી વધુ લોકોને એચ.આઇ.વી.નો ચેપ લાગે છે. અસુરક્ષિત જાતીય વ્યવહારો માતા દ્વારા બાળકને દૂષિત લોહી ચડવાથી અને એકથી વધુ વાર ઉપયોગમાં લેવાયેલ સીરીંજ-નીડલ કે ઓપરેશનના સાધનો વડે ચેપ પ્રસરી શકે છે. દર વર્ષે 1લી ડિસેમ્બરે સમગ્ર વિશ્ર્વમાં એઇડ્સ જનજાગૃત્તિ દિવસ ઉજવાય છે. આ વર્ષની ઉજવણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયેલ છે. આ વર્ષની ઉજવણી થીમ “અધિકારનો માર્ગ અપનાવો” છે.

સમગ્ર વિશ્ર્વના દેશોએ આ મહામારીને નાબૂદ કરવા માટે ‘એન્ડ એઇડ્સ-2030’ લક્ષ્યાંક આપેલો છે. આગામી છ વર્ષમાં આ વૈશ્ર્વિક જાહેર આરોગ્યના ખતરા તરીકે એઇડ્સને ખતમ કરવા માટે સૌનો સહિયારો પ્રયત્ન જરૂરી છે. સમગ્ર વિશ્ર્વમાં અત્યારે 39 ટકા તેના સંક્રમણમાં ઘટાડો જોવા મળે છે, ત્યારે આપણાં દેશમાં 44 ટકાના ઘટાડા સાથે મૃત્યુદરમાં પણ 80 ઘટાડો જોવા મળે છે. યુએન એઇડ્સ જેવી સંસ્થાએ પણ એઇડ્સ નાબૂદી માટે ભારતીયોના પ્રયત્નો પર ભાર મુક્યો છે. આ વર્ષની થીમનો હેતુ માનવ અધિકારોનું રક્ષણ અને અગ્રણી સમુદાયોને સાથે જોડીને વાહકોના અધિકારોનું જતન સાથે તેમના માટે સ્વચ્છ વાતાવરણ નિર્માણ કરવા સૌને હાકલ કરે છે.

આપણાં દેશ અને વિશ્ર્વભરમાં આ વાયરસના વાહકો પરત્વે કલંક અને ભેદભાવની ઘટના બને છે. જે વિશ્ર્વ માટે શરમજનક છે, અને તેના નિયંત્રણ માટે આડખીલીરૂપ બને છે. લિંગ સમાનતા એઇડ્સ પ્રત્યેના અભિગમનું એક આવશ્યક તત્વ છે, જે માનવ અધિકારો આધારીત છે. સ્વીકૃત્તિ-આદર અને કાળજી એને માટે મહત્વપૂર્ણ છે. કાયદા, નિતીઓ અને પ્રથાઓ જે લોકોને સજા કરે છે, તેમની સામે જ ભેદભાવ કરે છે કે કલંકિત કરે છે. એઇડ્સનો અંત લાવવાનો માર્ગ અધિકાર જ છે.

આગામી 26મી નવેમ્બરે એઇડ્સ નિયંત્રણની ગ્લોબલ રીપોર્ટ ‘ટેક ધ રાઇટ્સ પાથ’ ખુલ્લો મુકાશે. પરિવર્તન એક ક્ષણ પર નહી, પણ એક ચળવળ પર આધાર રાખે છે. દરેક માનવ અધિકારોનું સમર્થનએ અસરકારક એચ.આઇ.વી. પ્રતિભાવ માટે જરૂરી છે. વિશ્ર્વ એઇડ્સ દિવસએ દરેકના અધિકારોનું રક્ષણ કરીને દરેક વ્યક્તિના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે પગલા લેવા માટે આહવાન છે. દરેક વ્યક્તિના અધિકારોનું સમર્થન કરતા કાયદા અને અભિગમો ઘટાડવાની તાત્કાલિક જરૂર છે. જો દરેકના અધિકારોનું રક્ષણ થશે તો જ એઇડ્સને વિશ્ર્વમાંથી ખતમ કરી વિશ્ર્વમાં એઇડ્સ નિયંત્રણ ભારતને સફળતા મળી છે, પણ ચોક્કસ રાજ્યો, અને જીલ્લા પર કેન્દ્રિત કરીને આ અંતરને સમાપ્ત કરવું હોય તો એઇડ્સ નિવારણના પ્રયાસોને વેગ આપવાની જરૂર છે.

બ્લડ બેંકમાં થતા એચ.આઇ.વી. પરિક્ષણ, ડિસ્પોઝેબલ સિરિજ નીડલના વધતો ઉપયોગ, સુરક્ષિત જાતિય વ્યવહારો અને માતા દ્વારા બાળકમાં ફેલાતા ચેપમાં ઘટાડો થતાં આપણાં દેશમાં આંશિક સફળતા મળી છે, પણ ગરીબી-નિરક્ષરતા જેવી ઘણી મુશ્કેલીઓને કારણે તેના નિયંત્રણ કાર્યમાં તકલીફ પડી રહી છે. લોકોમાં જન જાગૃત્તિ અને એઇડ્સ નિયંત્રણનું લોક શિક્ષણ વધતા પણ તેના ચેપમાં ઘટાડો થયો છે.

વાહકોને તેના નેટવર્કનો, પરિવારનો સધિયારો મળતા તેનો લાઇફ સ્પાન પણ વધ્યો છે. આપણાં દેશમાં એ.આર.વી. ડ્રગ્સ જે વાહકો માટે જીવન રક્ષક ગણાય છે, તે હવે સહેલાયથી સરકારી દવાખાનાના એ.આર.ટી. સેન્ટરમાં મળી રહેતા પણ આવા વાયરસ વાહકોને તકલીફ ઓછી થઇ છે.

ગત્ 2023માં વિશ્ર્વમાં 13 લાખ નવા એચ.આઇ.વી. થી સંક્રમિત થયા હતા. વિશ્ર્વમાં હાલ પોણા ચાર કરોડ લોકો વાયરસ સાથે જીવી રહ્યા છે. 2023માં એક લાખથી વધુ એઇડ્સ સંબધિત બિમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

ભૂતકાળમાં એઇડ્સની રસી બનાવવી શું કામ અઘરી હતી?

શરીરમાં એચ.આઇ.વી. સામે અસરકારક રીતે લડી શકે તે માટે એન્ટિબોડીઝને ઉત્તેજીત કરવી જરૂરી છે. ભૂતકાળમાં આ રસી બનાવવી એટલા માટે અઘરી હતી કે વાયરસ માનવ ડીએનએમાં ખૂબ ઝડપથી ચેપ ફેલાવતો હતો, અને તેની રચનામાં પણ ફેરફાર કરતો હતો. હવે નવી એમ.આર.એન. રસી અલગ હોવાથી ધાર્યા પરિણામો મળવાની સંશોધકો અને મેડીકલ સાયન્સને આશા છે.

એઇડ્સ વિરોધી રસી માનવ પરિક્ષણ માટે તૈયાર

1981માં વિશ્ર્વમાં પ્રથમવાર જોવા એઇડ્સના વાયરસ એચ.આઇ.વી.ની આજે 43 વર્ષે પણ તેની કોઇ ચોક્કસ રસી શોધાય નથી, ત્યારે વિશ્ર્વમાંથી 2030 સુધીમાં એઇડ્સ નાબૂદીના લક્ષ્યાંકને સિધ્ધ કરવા વિશ્ર્વ યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. અજમાયશના પ્રથમ તબક્કામાં 18 થી 50 વર્ષના પચાસ સ્વસ્થ વ્યક્તિ ઉપર વિશ્ર્વની જાણીતી મોર્ડના અને ફાઇઝર કંપનીએ પ્રાયોગીક પરિક્ષણ શરૂ કરેલ છે. આ પરિક્ષણો એમ.આર.એન.એ. રસીની સંભવિતતાના વર્ષોના સંશોધન પછી શરૂ કરેલ છે. એઇડ્સ વિરોધી રસી નિર્માણ માટે વિશ્ર્વની આ બે કંપની પ્રથમ શોધ-સંશોધન કરી રહી છે. આ રસી કોરોના સામે લડવામાં સફળ થઇ હતી. આધુનિક વિજ્ઞાનમાં તે એમ.આર.એન.એ. નામની રસીની બે અલગ-અલગ આવૃત્તિનું પરિક્ષણ કરશે. આનો પ્રથમ તબક્કો દશ મહિના ચાલશે, બાદમાં બીજા અને ત્રીજા તબક્કામાં રસીની અસરકર્તાનું વિશ્ર્લેષણ અને સામાન્ય વસ્તી માટે એચ.આઇ.વી.ની રોક થીમ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.