• 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 1 કરોડ 12.50 લાખ પ્રા.સભ્યો નોંઘણી થઇ છે જે સ્પષ્ટ દર્શાવે છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબ પ્રત્યે લોકોને વિશ્વાસ ખૂબ છે. – ડો. યજ્ઞેશ દવે
  • ગત વખતે છ મહિના સુધી ચાલેલા સદસ્યતા અભિયાનમાં 1 કરોડ 13 લાખ જેટલા સભ્ય નોંઘાયા હતા જ્યારે આ વખતે એક જ મહિનામા 1 કરોડ 12.50 લાખ સભ્યોની નોંઘણી થઇ છે.  – ડો. યજ્ઞેશ દવે
  • ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનના લક્ષ્યને ચોક્કસ પ્રાપ્ત કરશે અને એનો લાભચૂંટણીમાં પણ પક્ષને મળશે.  – ડો. યજ્ઞેશ દવે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશમાં જ નહી પરંતુ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી નુ સ્થાન છે. દેશમાં પાછલા 10 વર્ષોમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ સાહેબે  વિકાસની રાજનીતી કરવા અન્ય રાજકીય પાર્ટીઓને મજૂબર કરી છે જેના કારણે સતત ભારતીય જનતા પાર્ટી પર સમગ્ર દેશવાસીઓનો વિશ્વાસ અંકબંઘ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી રાજકીય પાર્ટી છે જે દર 6 વર્ષ સદસ્યતા અભિયાન નોંધણી કરે છે. આ અંતર્ગત આ વર્ષે પણ પહેલી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ભાજપા દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમા અંદાજે 1 કરોડ સાડા બાર લાખ જેટલા પ્રાથમિક સદસ્યો ગુજરાત નોંઘાયા છે.

સદસ્યતા અભિયાન અંગે પ્રદેશ મીડિયાના કન્વીનર ડો.યજ્ઞેશ દવેએ જણાવ્યુ હતું કે, ભાજપના સદસ્યતા અભિયાન પછી હવે સક્રિય સદભ્ય નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ગત વર્ષે 6 મહિના સુધી ચાલેલા સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ ખાતે 1 કરોડ 13 લાખ જેટલા પ્રાથમિક સભ્યો નોંઘાયા હતા. જ્યારે આ વર્ષે એક જ મહિનામા 1 કરોડ 12.50 લાખ જેટલા પ્રાથમિક સભ્યો નોંઘાયા છે. આ આંકડો જ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યેનો વિશ્વાસ ખૂબ છે.

ડો.યજ્ઞેશ દવેએ સક્રિય સભ્ય અભિયાન અંગે જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ ખાતે સદસ્યતા અભિયાન બીજા તબક્કામા ચાલી રહ્યુ છે. જેમાં સક્રિય સભ્ય નોંઘણી પ્રકિયા પણ ચાલી રહી છે જે અંતર્ગત કેન્દ્રમા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી અને ગુજરાત પ્રદેશ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ સી.આર.પાટીલજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સક્રિય સભ્ય બન્યા છે. જે કાર્યકર્તાઓ તેમની લીંક પરથી તેમની વિઘાનસભાના 100 કાર્યકર્તાઓને પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે. તેઓ સક્રિય સભ્ય તરીકેનુ ફોર્મ ભરી શકશે.

ડો.યજ્ઞેશ દવેએ વધુમા જણાવ્યું કે, અભિયાનનો ત્રીજો અને અંતિમ તબક્કો સંગઠન પર્વનો અંતિમ તબક્કો રહેશે. સદસ્યતા અભિયાન ડિસેમ્બરમા પુર્ણ થશે અને ગુજરાતના અધ્યક્ષ નક્કી થશે ત્યા સુધી અભિયાન ચાલશે. ત્રીજા તબક્કામા  બુથ પ્રમુખ,મંડળ પ્રમુખ,જીલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ અને તેમી કમિટીની રચના કરવામાં આવશે ત્યાર બાદ સંગઠન પર્વને પુર્ણ કરવામા આવશે. ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનના લક્ષ્યને ચોક્કસ પ્રાપ્ત કરશે અને એનો લાભ ચૂંટણીમા પણ પક્ષને મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.