રસોડામાં ભૂલથી પણ ના રાખતા આ વસ્તુઓ, આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર – ઓફિસમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ. તેમજ વસ્તુઓ રાખવાની દરેક દિશા અને યોગ્ય સ્થાન દર્શાવવામાં આવ્યુ છે. તેમજ તેમાં કઈ વસ્તુનું મહત્વ ક્યાં રાખવું જોઈએ તેનું એક આગવુ મહત્વ છે. આ વસ્તુઓ સાથે આપણું ભાગ્ય જોડાયેલું છે, જેની અસર આપણા ઘરની આર્થિંક સ્થિતિ પર પણ પડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવાના કારણે નકારાત્મક અસર જોવા મળે છે. તેમજ રસોડામાં દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા વાસ કરે છે. તો આજે આપણે જોઈશું કે આપણે આપણા રસોડામાં શું રાખવું જોઈએ.
રસોડામાં ક્યારેય પણ તૂટેલા વાસણમાં ન રાખવા જોઈએ. જો કોઈ વ્યક્તિ તૂટેલા વાસણને ખાવા – પીવામાં ઉપયોગ કરે છે. ત્યારે તેના જીવનમાં અડચણો આવે છે.
તમારે તમારા રસોડામાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. તેને ખોટી જગ્યાએ રાખવાથી વ્યક્તિના બનતા કામ બગડી શકે છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે.
રસોડામાં પ્લાસ્ટિકના કન્ટેનર પણ ન રાખવા જોઈએ. આ નકારાત્મક ઊર્જાના સ્ત્રોત બની જાય છે. તેમજ તેના બદલે તમે સ્ટેનલેસ સ્ટીલ, લાકડા અને અન્ય પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો.
ઘરના રસોડાની અંદર ક્યારેય પણ મંદિરની સ્થાપના ન કરવી જોઈએ. કારણ કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં મંદિર રાખવાથી તેમાં રાખવામાં આવેલી મૂર્તિનું અપમાન થાય છે.
વાસ્તુ અનુસાર રસોડામાં દવાઓ પણ ન રાખવી જોઈએ. તેનું કારણ એ છે કે દવાઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં નકારાત્મકતા પેદા કરી શકે છે. તેમજ પરિવારના સભ્યો બીમાર રહે છે.