• હરિયાળા ભવિષ્ય તરફ ચાર્જિંગ
  • આઈ.ટી.આઈ રાજકોટને એમ.જી મોટર્સ દ્વારા ઇલે. વ્હીકલ કાર ડોનેટ કરાઈ: ઇલે. વ્હીકલ મોટર ટ્રેડના 48 જેટલા તાલીમાર્થીઓને આ કારનો લાભ સ્પેરપાર્ટ્સના નોલેજ માટે મળશે

ઇલેક્ટ્રિક કાર, જે એક સમયે ભવિષ્યવાદી ખ્યાલ તરીકે જોવામાં આવતી હતી, તે વિશ્વભરના શહેરી વિસ્તારોમાં વધુને વધુ સામાન્ય દૃશ્ય બની ગઈ છે. ટેક્નોલોજીમાં પ્રગતિ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વિકલ્પો માટે દબાણ સાથે, ઇલેક્ટ્રિક કાર સામાન્ય લોકો માટે વધુ સુલભ બની છે.ઈટીઆઈ ક્ષેત્રે દિવસેને દિવસે વિદ્યાર્થીઓને ઋચિ વધી છે. ગત 2022 કરતા વર્ષ 2023માં 24 ટકાનો વધારો નોંધાયો છે.ચાલુ વર્ષે રાજ્યમાં આવેલી 19 મહિલા આઇટીઆઈમાં 5049 મહિલાઓએ પ્રવેશ મેળવ્યો હતો. આજરોજ રાજકોટ આઈટીઆઈ ખાતે એમ.જી મોટર્સ સાથે એમ ઓ યુ કરવામાં આવ્યું છે. એમજી મોટર્સ દ્વારા રાજકોટ આઈ.ટી.આઈ ને એક ઇલે. વ્હીકલ કાર ડોનેટ કરવામાં આવી છે. જેથી રાજકોટ ઇલે. વ્હીકલ મોટર ટ્રેડના 48 જેટલા તાલીમાર્થીઓને આ કારનો લાભ મળશે. અને આ કારના તમામ પ્રકારના પાર્ટ્સ વિશે પણ માહિતી પણ મેળવી શકશે.આજરોજ એમ.જી કંપનીના મેનેજર એચ.આર. તપન રાવલ , ડેપ્યુટી જનરલ મેનેજર એચ.આર. પ્રોડક્શન એન્જિનિયર અંકુર શર્મા , ડેપ્યુટી મેનેજર એચ.આર. સલોની મિસ્ત્રી તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટના સંદીપ સોપોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિસ્તારોમાં ઈલેક્ટ્રિક કારનો મુખ્ય ફાયદો એ છે કે તેમની હવા પ્રદૂષણ ઘટાડવાની ક્ષમતા છે. પરંપરાગત ગેસોલિન સંચાલિત વાહનો કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક પ્રદૂષકોની નોંધપાત્ર માત્રામાં ઉત્સર્જન કરે છે, જે શહેરી વાતાવરણમાં નબળી હવાની ગુણવત્તા અને સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાળો આપે છે. બીજી તરફ ઇલેક્ટ્રિક કાર, શૂન્ય ટેલપાઈપ ઉત્સર્જન ઉત્પન્ન કરે છે અને શહેરના એકંદર કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. શહેરી પરિવહન પ્રણાલીમાં વધુ ઈલેક્ટ્રિક કાર એકીકૃત થઈ હોવાથી, શહેરો સ્વચ્છ હવા અને સુધરેલા જાહેર આરોગ્યની રાહ જોઈ શકે છે.

ભવિષ્યમાં આવનાર ઈલેક્ટ્રિકલ વ્હીકલ માટે રાજકોટ આઈટીઆઈના તાલીમાર્થીનો મહત્વનો ફાળો રહેશે: કે.બી.પટેલ

રાજકોટ આઈટીઆઈના પ્રિન્સિપલ કે બી.પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે રાજકોટ આઈટીઆઈ દ્વારા અલગ અલગ કંપની સાથે જોડાતા હોય છે. જેથી રાજકોટ આઈટીઆઈ ના તાલીમાર્થીઓને અધ્યતન ટેકનોલોજીનું જ્ઞાન આપી શકાય. હાલના સમયમાં ઇલેક્ટ્રિકલ સેક્ટરનો વ્યાપ વધ્યો છે. ત્યારે તેનું એજ્યુકેશન મળી રહે અને

તાલીમાર્થીઓને નોકરી તથા વ્યવસાય ની તકો પણ મળી રહે. ત્યારે આજરોજ

રાજકોટ આઈટીઆઈ ખાતે એમ.જી મોટર્સ સાથે એમ ઓ યુ કરવામાં આવ્યું છે. એમજી મોટર્સ દ્વારા રાજકોટ આઈ.ટી.આઈ ને એક ઇલે. વ્હીકલ કાર ડોનેટ કરવામાં આવી છે. જેથી રાજકોટ ઇલે. વ્હીકલ મોટર ટ્રેડના 48 જેટલા તાલીમાર્થીઓને આ કારનો લાભ મળશે. અને આ કારના તમામ પ્રકારના પાર્ટ્સ વિશે પણ માહિતી પણ મેળવી શકશે. રાજકોટ આઈટીઆઈમાં ઇલે. મિકેનિકલ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ મળવાથી વિદ્યાર્થીઓ સારી રીતે પ્રેક્ટીકલ અભ્યાસ પણ સારી રીતે મેળવી શકશે. હવેના સમયમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ નું ચલણ વધશે જેથી તાલીમાર્થી સરળતાથી આ ઇલેક્ટ્રિકલને સમજી શકશે. ભવિષ્યમાં આવનાર ઈલેક્ટ્રિકલ વ્હીકલ માટે રાજકોટ આઈટીઆઈ ના તાલીમાર્થીનો મહત્વનો ફાળો રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.