- ભવિષ્યમાં સૂઝબૂઝ થકી વિદ્યાર્થીઓને “પગભર” બનાવવા મોદી સ્કૂલ અગ્રેસર
રાજકોટની ખ્યાતનામ મોદીસ્કૂલ ની સ્થાપના 1999 કરવામાં આવી હતી ત્યારે આજે 2024માં 25 વર્ષ પૂર્ણ થયેલ છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, આત્મવિશ્વાસ સ્કિલ ડેવલોપમેન્ટ વધે તે માટે 22 થી 25 ઓક્ટોબર સુધી એમ્પલસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરરોજ અવનવા કાર્યક્રમ યોજાશે, ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ બજાર, એક્ટિવિટી ઝોન અને એન્યુઅલ શો કરવામાં આવશે, આ ઉપરાંત ઇવેન્ટમાં 140 સ્ટોલ, 50 સ્પોન્સરશિપ જેમાં અલગ અલગ કોલેજો યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે , જેમાં ફૂડ સ્ટોલ રમકડાના સ્ટોલ, ગારમેન્ટ સ્ટોલ સહિતના સ્ટોલ રાખવામાં આવ્યા છે . લોકો મુલાકાત કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, મોદી સ્કૂલના પ્રી પ્રાઇમરી થી 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઇવેન્ટમાં જોડાયા છે. કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટમાં વિદ્યાર્થીઓમાં વિકાસના તમામ પાસાઓને આવરી લેવાયા છે આ ઉપરાંત શહેરીજનોનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે
રંગીલા રાજકોટની “રંગીલી પ્રજાનો” સારો પ્રતિસાદ મળ્યો:જયરાજસિંહ જાડેજા
અબતક સાથેની વાતચીતમાં મોદી સ્કૂલના જયરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે એમ્પ્લ્સ કાર્યક્રમમાં અમને પ્રેક્ટીકલ નોલેજ સાથે શિક્ષકોનો સાથ મળી રહ્યો છે આ ઇવેન્ટમાં કપડા અને પર્ફ્યુમ નો સ્ટોલ નાખ્યો છે જે અંતર્ગત વેપાર કેવી રીતે કરવો તે શીખવા મળ્યું છે આ ઉપરાંત શહેરીજનોએ પણ સારો પ્રતિસાદ આપ્યો છે આથી અમોને ઇવેન્ટ થકી ઘણું શીખવા જાણવા અને નવું જોવા મળ્યું છે
આર્થિક ઉપાર્જન માટે પ્રેક્ટીકલ જ્ઞાન જરૂરી: સોહમ જલુ
અબતક સાથેની વાતચીતમાં સોહમ જલુ એ જણાવ્યું હતું કે દરેક સ્કૂલમાં આવા કાર્યક્રમો થવા જોઈએ જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આર્થિક રીતે પગભર બનાવવા તાલીમ મળી રહે બુકમાંથી મેળવેલ જ્ઞાન પ્રેક્ટીકલ રીતે કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે તેથી શિવધારા ફૂડ કોડ ના નામથી અહીં સ્ટોલ નાખ્યો છે અને વાસ્તવમાં પણ આ નામથી અમારે જુનાગઢ માણેકવાડા પાસે હોટેલ છે આથી મને થોડું હોટલ મેનેજમેન્ટ નું જ્ઞાન છે. મે અને મારા સાથી મિત્રોએ મહેનત કરીને સ્ટોલ નું સેટઅપ કર્યું છે
આ ઇવેન્ટ થકી ખબર પડી કે પૈસા કમાવવા અઘરી બાબત છે: દિયેશા ગોકાણી
અબતક સાથેની વાતચીતમાં મોદી સ્કૂલની વિદ્યાર્થીની દિયેશા ગોકાણીએ જણાવ્યું હતું કે મોદી સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા સુંદર ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત અમોને વિવિધ વસ્તુઓનું જ્ઞાન મળ્યું છે એમ્પલ્સ ઇવેન્ટમાં અમારા સ્ટોલ ડિલાઇટ આઈસક્રીમ માં કોન આઈસ્ક્રીમ કેન્ડી તથા કોલ્ડકોકો મળી રહેશે આ કાર્યક્રમ થકી પૈસા કેવી રીતે કમાવવા તે શીખવા મળ્યું છે આ ઉપરાંત પૈસા કમાવવા કેટલી અઘરી બાબત છે તે પણ જાણવા મળ્યું છે
આર્થિક રીતે પગભર બનાવવામાં એમપલ્સ ઇવેન્ટનો મહત્વનો ફાળો: ફાલ્ગુની શિયાલ
અબતક સાથેની વાતચીતમાં મોદી સ્કૂલની વિદ્યાર્થીની ફાલ્ગુની શિયાલએ જણાવ્યું હતું કે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું એમપલ્સ ઇવેન્ટ બે દિવસ દરમિયાન થકી ઘણું જાણવા મળ્યું છે ભવિષ્યમાં વેપાર ધંધામાં કેવી રીતે આગળ વધવું તે માટે એમ્પલ ઇવેન્ટ થકી નવી રાહ મળી છે અમારા સ્ટોલ મેક્સિકન, ઇટાલિયન પાસ્તા, ચીજબોલ ,પનીર ફિંગર સહિતની વસ્તુઓનો ખાણીપીણી ની વસ્તુઓ અમે જાતે બનાવીએ છીએ આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આર્થિક રીતે પગભર કેવી રીતે થવું તે અંગે સચોટ માર્ગદર્શન મળી રહે છે.