દિવાળી પર ઘરની સાફસફાઇમાં સૌથી અધરું કામ જૂના લાકડાના દરવાજા બારી સાફ કરવાનું છે. તેમજ અહીં આપેલી ટીપ્સ વડે તમે લાકડાના દરવાજા બારી સરળતાથી સાફ કરી શકો છો.

અનુસાર માહિતી મુજબ, હવે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં તમામ ઘરોમાં સાફ સફાઇ ચાલી રહી છે. તેમજ દિવાળીની સફાઈ સરળ કામ નથી. તેમાં ઘણા દિવસ લાગે છે. ત્યારે આવી સ્થિતિમાં, આપણે દરરોજ કંઈકને કંઈક સાફ કરતા રહેવું પડે છે. આ દરમિયાન માન્યતા છે કે દિવાળી પર સફાઈ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

દિવાળી ઘર સફાઇ કરવાની રીત

દિવાળી પર ઘરમાં પેઇન્ટ કલર કરવામાં આવે છે. ઘરની સાફસફાઈ કરતી વખતે ઘણી વખત એવું બને છે કે આપણે આપણા જૂના લાકડાના દરવાજા અને બારીઓની સફાઈ કરીએ છીએ, પરંતુ તેની યોગ્ય સફાઈ થતી નથી.

આવી સ્થિતિમાં, આપણે કાં તો તેને પેઇન્ટ કરવું પડે છે અથવા તો તેને એવું જ છોડી દેવું પડે છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો, તો અહી જાણો સરળ ઉપાયોથી તમે ઘરના તમામ લાકડાના દરવાજા અને બારીઓને સરળતાથી સાફ કરી શકો છો.

લાકડાના બારી દરવાજા સાફ કરવાની રીત

FARNICHAR

સૌ પ્રથમ દરવાજા અને બારીઓ પરની માટીને સૂકા કપડાથી સાફ કરી લો. તેમજ આ માટે તમે બ્રશની મદદ પણ લઈ શકો છો. હવે ડિશવોશ લિક્વિડ અને સરકોની મદદથી એક મિશ્રણ તૈયાર કરો. હવે તેને સ્ક્રબરની મદદથી લાકડાના દરવાજા પર સારી રીતે ઘસો. આમ કરવાથી દરવાજા પરની ગંદકી સરળતાથી સાફ થઈ જશે. તેમજ હવે દરવાજાને પહેલા ભીના કપડાં વડે અને ત્યારબાદ કોરા કપડા વડે સાફ કરો. આ દરમિયાન જુના લાકડાંના દરવાજા બારી નવા જેવા ચમકવા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.