ઘણા ફળોમાં કેલ્શિયમ, ફોસફરસ સહિત તમામ પોષક તત્ત્વો હોય છે, જે હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે. તેમજ આ ફળોનું ખૂબ સેવન કરવામાં આવે તો તમારી હેલ્થમાં સુધારા આવી શકે છે. તેમજ આ ફળ ઇમ્યુનિટી પણ મજબૂત કરી શકે છે.

અનુસાર માહિતી મુજબ, શરીરને લાંબી ઉંમર સુધી હેલ્ધી અને એક્ટિવ રાખવા માટે હાડકાં મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. તેમજ હાડકાં અને મસલ્સ મજબૂત હશે તો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહે છે. મોટાભાગના લોકો તે વાત જાણે છે કે હાડકાં અને મસલ્સ મજબૂત કરવા માટે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ, પરંતુ કેટલાક ફળ એવા છે જે બંને વસ્તુઓને એકસાથે મજબૂત કરી શકે છે. તેમજ ઘણા ફળ જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને પાણીથી ભરપૂર હોય છે, જે હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. આ ફળ ઓવરઓલ હેલ્થને બૂસ્ટ કરી શકે છે.

સંતરા :

Oranges 1

સંતરા ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમજ સંતરા વિટામિન Cનો સારો સોર્સ છે, જે શરીરમાં કોલેજન બનાવવામાં મદદ કરે છે. આ સાથે કોલેજન એક પ્રોટીન છે, જે હાડકાં અને માંસપેશીઓને આધાર બનાવે છે. આ ઉપરાંત વિટામિન C કેલ્શિયમને એબ્સોર્બ કરવામાં મદદ કરે છે, જેનાથી હાડકાને મજબૂતી મળે છે.

સંતરામાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે હાડકાં અને માંસપેશીઓને નબળા બનાવતા ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરે છે. તેમજ સંતરા ખાવાથી બોન ડેન્સિટી અને માંસપેશીઓની રિકવરીમાં મદદ મળે છે. આ ઉપરાંત સંતરા ઇમ્યુનિટી વધારવામાં પણ રામબાણ માનવામાં આવે છે.

કેળા :

Banana

કેળા ખાવાથી પણ તમારા હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ શકે છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ મસલ્સ માટે ખૂબ જ જરૂરી છે. આ એક્સરસાઇઝ દરમિયાન માંસપેશીઓની ક્રેમ્પ્સ રોકવામાં મદદ કરે છે. તેમજ કેળામાં નેચરલ એનર્જી આપવાની ક્ષમતા હોય છે, જેનાથી તમે વર્કઆઉટ બાદ તાજગી અનુભવો છો.

કેળામાં મેગ્નેશિયમ પણ હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમજ મસલ્સની ફંક્શનિંગને સુધારવામાં પણ કેળા ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમજ કેળા ખાવાથી હાર્ટ હેલ્થ પણ બૂસ્ટ થઈ શકે છે અને તે વેટ લોસમાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

કીવી :

Kiwi

કીવી ફ્રૂટ ખાવામાં જેટલું ટેસ્ટી હોય છે, એટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ત્યારે ઘણીવાર આ ફળને ઇમ્યુનિટી વધારવા માટે પણ ખાવામાં આવે છે, પરંતુ તે હાડકાં અને મસલ્સને મજબૂત બનાવવામાં રામબાણ સાબિત થઈ શકે છે. તેમજ કીવી ફ્રૂટમાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે, જે કોલેજન બનાવવામાં મદદ કરે છે.

કીવીમાં વિટામિન K પણ હોય છે, જે બોન ડેન્સિટી સુધારીને હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમજ આ ખાટું ફળ પણ પોટેશિયમનો સારો સોર્સ છે અને તે મસલ્સના ફંક્શનિંગમાં સુધારો કરી શકે છે. કીવીને સલાડ તરીકે કે સ્મૂધી બનાવીને ખાઈ શકાય છે.

એવોકાડો :

avocado 1

 

એવોકાડોને મોટાભાગે શાક માનવામાં આવે છે, પરંતુ તે ખરેખર એક પાવરફુલ ફળ છે. તેમજ એવોકાડોના હેલ્થ બેનેફિટ્સને અવગણવા શક્ય નથી. એવોકાડોમાં હેલ્ધી ફેટ હોય છે, જે પોષક તત્વોનું એબ્સોર્પશન વધારવામાં મદદ કરે છે. તેમજ એવોકાડોમાં પોટેશિયમની સારી માત્રા હોય છે, જે મસલ્સને મજબૂતી પ્રદાન કરે છે.

એવોકાડો મેગ્નેશિયમનો એક સારો સોર્સ છે, જે માંસપેશીઓની કાર્ય પ્રણાલી અને હાડકાની તાકાત માટે મહત્ત્વપૂર્ણ છે. તમારા ડાયેટમાં એવોકાડો સામેલ કરવાથી સ્વાદ અને પોષણ બંને વધે છે.

બેરીઝ :

Berries 1

બેરીઝ જેમ કે, સ્ટ્રોબેરી, બ્લુબેરી અને અન્ય એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તેમજ બેરીઝનું સેવન કરવાથી હાડકાને મજબૂતી મળે છે. આ ઉપરાંત સ્ટ્રોબેરીમાં વિટામિન K હોય છે, જે હાડકાના મિનિરલાઇઝેશન માટે મહત્ત્વપૂર્ણ છે.

બ્લુબેરી આપણા શરીરના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. તેમજ તેને ખાવાથી એક્સરસાઇઝ બાદ મસલ્સની રિકવરીમાં પણ મદદ મળે છે. આ ઉપરાંત બેરીઝમાં રહેલા પોલીફેનોલ્સ હાડકાને ડેન્સિટી વધારવામાં મદદ કરે છે. બેરીઝને સ્મૂધી, ઓટ્સ કે દહીંમાં ભેળવીને ખાઈ શકાય છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.