• વિશ્ર્વ કાંગારૂ દિવસ
  • તે એક માત્ર પ્રાણી છે, જે કુદકા મારીને ચાલે છે: માતા પોતાની કોથળીમાં બચ્ચાને સાચવે છે: તે લીલુ ઘાસ ખાઈને જીવે છે અને તેને પાણી પીવું પડતુ નથી
  • કાંગારૂ દિવસે આરામ કરે ને રાત્રે ચરવા નીકળે છે: તે વનસ્પતિ આહારી હોવાથી, ગાય-ભેંસની જેમ ખોરાક વાગોળે છે: કાંગારૂ તેના પાછલા પગે ચાલી શકતુ નથી, અને તે ઓસ્ટ્રેલિયાનું મુખ્ય પ્રતિક સાથેનું રાષ્ટ્રીય પ્રાણી છે

સમગ્ર વિશ્ર્વમાં કાંગારૂની વસ્તી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ જોવા મળે છે, અને તે આ દેશનું રાષ્ટ્રીય  પ્રતિક પણ ગણાય છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને પણ કાંગારૂ ટીમ કહેવાય છે. આજે વિશ્ર્વ કાંગારૂ દિવસ છે, ત્યારે તેના વિશેની ઘણી વાતો જાણવા જેવી છે. બધા પ્રાણીઓમાં બચ્ચાની વિશેષ સંભાળ કાંગારૂ માદા રાખતી હોવાથી વિશ્ર્વમાં બ્રેસ્ટ ફિડીંગ સપ્તાહની ઉજવણીને કાંગારૂ મધર કેર તરીકે ઓળખાય છે. કાંગારૂ શાકાહારી પ્રાણી છે, અને તે આહારમાં મુખ્યત્વે ઘાસ અને અન્ય વનસ્પતિ ખાય છે. તેઓ સુકા અને ગાઢ જંગલમાં રહે છે. તે  માણસની જેમ ઉભા રહીને માણસ કે પ્રાણીઓ સાથે આપણી જેમ લડાઈ કરી શકે છે. તેઓ પોતાના શરીરની લંબાઈથી ત્રણ ગણા કુદી શકવાની ક્ષમતા ધરાવે છે.

આ એક અજાયબી જેવું પ્રાણી છે, જે એક માત્ર કુદકા મારીને ચાલે છે. કાંગારૂ માદા પોતાના બચ્ચાને પોતાની પેટ પાસેની કોથળીમાં સાચવે છે. સૌથી અચરજ જેવી વાત એ છે કે તેને પાણી પીવાની જરૂર પડતી નથી. તે દિવસના ભાગે આરામ કરે છે. અને રાત્રે ચરવા નીકળે છે. તે વનસ્પતિ આહારી હોવાથી આપણા ગાય ભેંસની જેમ ખોરાકને વાગોળે છે. કાંગારૂ તેના પાછલા પગે ચાલી શકતુ નથી, અને તે પાણીમાં પણ તરવાની ક્ષમતા ધરાવે છે. તે વિશ્ર્વના સૌથી ચપળ અને ચબરાક પ્રાણી પૈકી એક છે. તેમના બચ્ચા મોટા થયા પછી બહાર આવીને આપ મેળે ચાલવા લાગે છે.

આ વર્ષની ઉજવણી થીમ ‘એમ્બ્રેસ ધ મેજિક’નો હેતુ માતા-પિતા અને શિશુઓ વચ્ચે ત્વચાથી ચામડીના ગહન સંપર્ક અને પરિવર્તનશીલ સ્વભાવને રેખાંકિત કરવા પસંદ કરાય છે. ઉજવણીમાં કાંગારૂ માતાની સંભાળમાં સહજ ભાવનાત્મક અને શારીરિક લાભો માટે ઉંડી પ્રશંસાને પ્રોત્સાહીત કરે છે. જાદુ શબ્દનો ઉપયોગ તેના સંવર્ધન ક્રિયા પ્રતિક્રિયાના પરિણામે આવતા સકારાત્મક પરિણામો સાથે સંકળાયેલ અજાયબી અને   મોહની ભાવના જગાડવાનો છે. આજના યુગમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ સંભાળ રાખનારાઓ અને વ્યાપક સમુદાયને તેના આંતરિક મૂલ્ય અને નવજાત શિશુઓ અને સકાળ શિશુઓની સુખાકારી પર તેની નોંધપાત્ર અસર સાથે જાગૃતિમાં કાંગારૂ કેર એક રિમાઈન્ડર તરીકે જોવા મળે છે. શિશુ સંભાળ ક્ષેત્રમાં અમૂલ્ય પ્રધાને ઓળખવા અને પ્રાથમિકતા આપવાની પ્રતિબધ્ધાની વાત કરે છે.

આ એક વૈશ્ર્વિક  ઈવેન્ટ છે, જેનો હેતુ  સલામતી, અમલીકરણ, સંશોધન, જાગૃતી અને શિક્ષણ વધારવાનો છે. તેના હકારાત્મક પરિણામો સાથે મનોવિજ્ઞાનિક લાભો તરફ વિશ્ર્વનું ધ્યાન દોરવાનું છે. ઓસ્ટ્રેલિયાની ઈકોસિસ્ટમ અને પર્યાવરણમાં તેનો મહત્વનો રોલ છે.

સમગ્ર વિશ્ર્વમાં 2011થી આ કાંગારૂનો દિવસ ઉજવાય છે, એ પહેલા ઓસ્ટ્રેલિયામાં તેની ઉજવણીતો ઘણા વર્ષોથી થાય છે. તેનો ઈતિહાસ  જોઈએ તો 1978માં ડો.એડગર રે અને ડો. હેકટર માર્ટિનેઝ દ્વારા સૌ પ્રથમ કાંગારૂની સંભાળનો પ્રારંભ કર્યો હતો 1989માં મિનેસોટાની હોસ્પિટલમાં કાંગારૂની સંભાળ અજમાવનાર પ્રથમ વ્યકિત યુએસના કિસકલાર્ક અને તેનો પુત્ર ડે હતો. 2011માં ડો.યામીલ જેકસન દ્વારા જાગરૂકતાને પ્રોત્સાહન આપવા દિવસની સ્થાપના કરે છે. 2016માં બિલ ગેટસ દ્વારા ઓછા વજનવાળા બાળકોની માતાની સંભાળ માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાને કરોડો રૂપીયાનું દાન આપે છે.

ઓસ્ટ્રેલિયાની પ્રજામાં સૌથી પ્રિય પ્રાણી કાંગારૂ ઘણા આકારો અને કદમાં જોવા મળે છે. ત્યાંની સરકારે તેના સંવર્ધન અને મૂળ પર્યાવરણ સાથે તેના બચાવ માટે  ઘણા કડક નિયમો કર્યા હોવાથી હવે તેનો શિકાર બંધ થઈ ગયો છે. એક  સમયે સમગ્ર ખંડમાં 500 મિલિયન કાંગારૂઓની અંદાજીત વસ્તી હતી. માનવી માટે આ આકર્ષણ પ્રાણીઓ સાથે રહેવું મહત્વ પૂર્ણ છે. વિશ્ર્વ કાંગારૂ દિવસ ટકાઉ પર્યાવરણને અનુકુળ રીતે પ્રકૃતિ અને ગ્રહની સંભાળ રાખવાના મોટા પ્રયાસના ભાગરૂપે સંભાળ અને  રક્ષણને પ્રોત્સાહન આપે છે. 2020માં લાગેલી ભયંકર આગને કારણે લગભગ ત્રણ અબજ જેટલા કોઆલા, કાંગારૂ અને અન્ય સ્થાનિક પ્રાણીઓ આગમાં જીવ ગુમાવ્યા હતા. આ વર્ષની થીમમા પણ કાંગારૂઓ સાથે સહ અસ્તિત્વની વાત કરી છે.

તે એક સસ્તન પ્રાણી છે. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે. ત્યાંના લોકો તેના બચ્ચાને ‘જોય’ તરીકે ઓળખે છે. કાંગારૂઓના ટોળાને ‘મોબ’ કહે છે. અમેરિકાના રણમાં પણ કાંગારૂ જેવું જ ‘કાંગારૂરેટ’ જોવા મળે છે, જેના પગ-પૂછડી સાથે તમામ વસ્તુ કાંગારૂ જેવા જ જોવા મળે છે.

આફ્રિકાનું મિનિ કાંગારૂ ‘જોરબા’

કાંગારૂની સમગ્ર વિશ્ર્વમાં તેની વિવિધ પ્રજાતિ કે તેના જેવી કદ આકારમાં નાના મોટી ઘણી જાતો  જોવા મળે છે. પેટમાં  બચ્ચા  રાખવાની કોથળી અને કુદકા મારવાની ચાલ માટે જાણીતું  કાંગારૂની સૌથી નાની પ્રજાતિ આફ્રિકામાં જોવા મળે છે. જેનું નામ ‘જોરબા’ છે. માત્ર બે થી ત્રણ ફૂટની ઉંચાઈ ધરાવતું આ પ્રાણી આફ્રિકાનાં ઠંડારણ પ્રદેશમાં જોવા મળે છે.  દિવસે પ્રચંડ  ગરમી અને રાત્રે કડકડતી ઠંડીવાળા આ વિસ્તારમાં અમુક ખાસ પ્રકારના પ્રાણીઓ જ જીવી શકે છે. આ મીની કાંગારૂ ઉંદર જેવું લાગે છે, તેના શરીર કરતાં લાંબી પૂછડી અને તેના પાછલા બે  પગ આગળના પગ કરતા ચાર ગણા મોટા હોય છે. તે માણસની જેમ બે પગે ઉભુ  રહી શકે છે અને તેના પેટ પાસે આવેલી કોથળીમાં બચ્ચાને રાખે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.