- તે વિસ્તારની તમામ સોસાયટીના લોકોને જીવના જોખમનો ભય
- રેતી ભરીને બેફામ દોડતા ટર્બાઓને બંધ કરવાની લોકો દ્વારા માંગ
વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ રોડ પર રેતી ભરીને બેફામ દોડતા ટર્બાઓને બંધ કરાવવાની માંગ સાથે વિસ્તારના કોર્પોરેટર મનોજ પટેલની આગેવાની હેઠળ રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહીશો દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, પાટણ હાર્દ સમા વિસ્તારમાં આવેલા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ રોડ પર દિવસ અને રાત્રી દરમિયાન રેતી ભરીને ટર્બાઓની અવર-જવર ખુબજ વધી ગઈ છે. આ રોડ પર આવેલ બે સ્કૂલ જેમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થી અભ્યાસ કરે છે. સિનિયર સિટીજન હોલ જ્યાં વયોવૃદ્ધ લોકો દરરોજ અવર જવર કરે છે. આ રહેણાંક વિસ્તાર જ્યાં અનેક નાની મોટી સોસાયટીના તમામ લોકો જીવના જોખમનો ભયનો અનુભવ કરે છે. રેતી ભરીને બેફામ દોડતા ટર્બાઓને બંધ કરવાની માંગ કરી હતી.
આ સાથે સમગ્ર મામલે રહીશો દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, પાટણ હાર્દ સમા વિસ્તારમાં આવેલા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ રોડ પર દિવસ અને રાત્રી દરમિયાન રેતી ભરીને ટર્બાઓની અવર-જવર ખુબજ વધી ગયેલ છે. આ રોડ ઉપર પાટણની નગરદેવી મહાકાળી માતાજીનું મોટું મંદિર છે ત્યાં લોકો દર્શન કરવા તેમજ દિવસ દરમ્યાન અને રાત્રે ચાલતા હોય છે. આ તમામ લોકો બેફામ દોડતા ટર્બાઓથી ભયનો અનુભવ કરે છે.જિલ્લા સેવાસદન આ રોડ પર આવેલ બે સ્કૂલ જેમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થી અભ્યાસ કરે છે. સિનિયર સિટીજન હોલ જ્યાં વયોવૃદ્ધ લોકો દરરોજ અવર જવર કરે છે. આ રહેણાંક વિસ્તાર જ્યાં અનેક નાની મોટી સોસાયટીના તમામ લોકો જીવના જોખમનો ભયનો અનુભવ કરે છે.
આવા રેતી ભરીને દોડતા ટર્બાઓ સહિત મોટા વાહનો સદંતર આ માર્ગ પર બંધ કરાવી કોઈ મોટી દુર્ઘટના થાય તે અગાઉ જ રોકવા વિનંતી કરી છે. જો આવા ટર્બા ચાલકોને તાત્કાલિક અટકાવવામાં નહી આવે તો સદર વિસ્તારના રહીશોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી ટર્બા ચાલકોને પ્રવેશતા અટકાવવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે. અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રબંધ કરી જાહેરનામું ભંગ કરનારા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવાની વિસ્તારના રહીશોએ માંગ કરી છે