- 2024 થી 2026 સુધીના બે વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સાથે ઉજવણી કરવા અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી
- 31 ઓક્ટોબર, 1885 ના રોજ ગુજરાતના નડિયાદમાં જન્મેલા સરદાર પટેલ કોંગ્રેસના નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જન્મજયંતિને સરકારે 2 વર્ષ સુધી ઉજવવાનો નિર્ધાર કર્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી દેશ માટે તેમના નોંધપાત્ર યોગદાનને માન આપવા માટે 2024 થી 2026 સુધીના બે વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સાથે કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મજબૂત લોકશાહીમાંની એકની સ્થાપનાના સ્વપ્નદ્રષ્ટા શિલ્પકાર તરીકે સરદાર પટેલનો કાયમી વારસો અને કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ભારતને એક કરવામાં તેમની મુખ્ય ભૂમિકા અવિશ્વસનીય છે. શાહે ’ડ’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઉજવણી સરદાર પટેલની નોંધપાત્ર સિદ્ધિઓ અને એકતાની ભાવનાના પુરાવા તરીકે કામ કરશે જેનું તેઓ પ્રતીક છે.
ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાતા સરદાર પટેલના સન્માન માટે સરકારે 2014માં, સરકારે જાહેર કર્યું કે તેમની જન્મજયંતિ નિમિતે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. 2018 માં, પીએમ મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે સરદાર પટેલની 182-મીટરની સૌથી ઉંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. 2019 માં, ઙખ મોદીએ ઉંઊં માં કલમ 370 ને નાબૂદ કરવાના સરકારના ઐતિહાસિક નિર્ણયને પટેલને સમર્પિત કર્યો હતો, અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના ભારત સંઘ સાથે સંપૂર્ણ એકીકરણનું તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે.