સ્મીમેર હોસ્પિટલની વોલેન્ટરી બ્લડ બેન્ક દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રક્તદાન થકી સૌથી વધુ રક્ત એકત્ર કરનાર 262 સંસ્થાઓનું સન્માન કરાયું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે પ્રથમ ત્રણ ક્રમની અગ્રેસર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્ય્તું હતું.  સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની વોલેન્ટરી બ્લડ બેન્ક દ્વારા વર્ષ 2021 થી 2023 સુધીમાં રક્તદાન થકી સૌથી વધુ રક્ત એકત્ર કરનાર સંસ્થાઓને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાઈ હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવનાર સંસ્થાઓને શિલ્ડ એનાયત કરાયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં નવ કે તેથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓને સન્માનિત કરાયા હતા. ત્યારે અહી નોંધનીય છે કે, રક્તદાનના મહાયજ્ઞમાં 262 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓને પ્રશંસાપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્લડ બેન્કના હેડ અંકિતા શાહના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે ડે. મેયર નરેન્દ્ર પાટીલ, દંડક ધર્મેશ વાણીયાવાલા, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, હોસ્પિટલ સમિતિના ચેરમેન મનિષા આહિર, સ્મીમેરના ડીન ડો.દિપક હોવાલે, સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેન્દ્રભાઈ, કોર્પોરેટર્સ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, રક્તદાતાઓ, મમનપાના અધિકારી-કર્મચારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, બ્લડ બેન્ક સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.