દિવાળી પહેલા ઘરની સફાઇ કરવી માત્ર એક પરંપરા નહીં પરંતુ એક માનસિકતા છે. જ્યારે આપણે આપણા ઘરની સફાઇ કરીએ તો વાતાવરણને સ્વચ્છ બનાવવાની સાથે આપણને ઘરમાંથી એક પોઝિટિવ એનર્જી મળે છે. તેવામાં આ દિવાળી પર કિચનથી સફાઇની શરૂઆત કરો અને તમારા ઘરને એક નવી ચમક આપો.

અનુસાર માહિતી મુજબ, થોડાં જ દિવસોમાં દિવાળીનો તહેવાર શરૂ થવા જઇ રહ્યો છે અને તેના માટે મોટાભાગના લોકોએ ઘરની સફાઇનું કામ શરૂ કરી દીધું છે. તેમજ તહેવારના સમયમાં સાફ-સફાઇનું વિશેષ મહત્ત્વ હોય છે અને તેને ધ્યાનમાં રાખીને લોકો પોતાના ઘરના ખૂણે-ખૂણાની સફાઇ કરે છે. એવામાં જો તમે પણ દિવાળીની સફાઇ કરવા માગો છો તો આ વખતે દિવાળીની સફાઇનું કામ કિચનથી શરૂ કરો. તેનાથી તમારું અડધું કામ સરળ થઇ જશે, કારણ કે કિચન ઘરનો તે હિસ્સો છે જ્યાં આપણે રોજ રસોઇ કરીએ છીએ અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કોઇ એવો દિવસ નથી હોતો જ્યારે આપણે કિચનનો યુઝ ન કર્યો હોય, તેથી ઘરમાં સૌથી વધારે સફાઇ કિચનમાં જ કરવી પડે છે.  આ દરમિયાન તમારે વધારે કામ જોઇને ગભરાવું ન જોઇએ, પરંતુ અહીં આપેલી કેટલીક સરળ ટિપ્સ ફોલો કરો.

કિચનની સફાઇ કરવાની સરળ ટિપ્સ

KICHAN

જ્યારે પણ કિચનની સફાઇ શરૂ કરો તો તેના માટે પહેલાથી જ માઇન્ડમાં પ્લાન તૈયાર કરી લો. તેનાથી તમારું કામ ઘણી હદ સુધી સરળ થઇ જશે. આ દરમિયાન સૌથી પહેલા કિચનનો બધો સામાન બહાર કાઢી લો અને એક-એક કરીને તેની સફાઇ કરો. તેમજ બજારમાં મળતા કેમિકલ ક્લીનર્સના બદલે લીંબુ, વિનેગર અને બેકિંગ સોડા જેવા નેચરલ ક્લીનર્સનો ઉપયોગ કરો. તે ખૂબ જ પ્રભાવી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ સુરક્ષિત છે. તમે ઘણીવાર કિચનની સફાઇ કરતી વખતે કેટલીક એવી વસ્તુઓ મળે છે, જેનો કોઇ ઉપયોગ નથી હોતો. તેથી આવી વસ્તુઓને બહાર ફેંકી દો અને જરૂરિયાતની વસ્તુઓને તેની જગ્યાએ મૂકી દો.

  • તમારા લિવિંગ એરિયા,બેડરૂમ, બાથરૂમ, ટેરેસ અને બગીચાની એક પછી એક સફાઈ કરો છો. આમ કરવાથી તમે થાકશો નહીં અને દિવાળી સુધી તમારું ઘર ચમકશે.
  • આ દરમિયાન સૌ પ્રથમ, સફાઈ માટે જરૂરી વસ્તુઓ એકઠી કરો. સફાઈ કરતી વખતે તમારા વાળને ઢાંકો, નહીંતર ધૂળ તમારા વાળને નુકસાન પહોંચાડશે. તેમજ સફાઈ કરતી વખતે તમારી આંખોનું પણ ધ્યાન રાખો.
  • ઘરના તમામ ભાગોમાંથી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે વેક્યુમ ક્લીનર અથવા પોતાનો ઉપયોગ કરો. ત્યારપછી ફ્લોર સાફ કરો. ફ્લોર સાફ કરવા માટે ફિનાઇલ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરો.
  • ધૂળ સાફ કર્યા પછી, કબાટ અને દરવાજા સાફ કરો. તેમને સાફ કરવા માટે સોફ્ટ ક્લોથ અને ડીટરજન્ટનો ઉપયોગ કરો.
  • તમે બાથરૂમની દિવાલો અને ટાઇલ્સ પર પાઇપ દ્વારા પાણી રેડો અને ધૂળ સાફ કરો. તેમજ શાવર, ટોઇલેટ અને સિંક સાફ કરો.
  • ઘરની બહારની સફાઈ પર ખાસ ધ્યાન આપો, ખાસ કરીને દરવાજા અને બારીઓ સાફ કરો. આ ઉપરાંત ઘરની બાલ્કનીને પણ સારી રીતે સાફ કરો.

આ જગ્યા સાફ કરવાનું ન ભૂલતા

જ્યારે પણ કિચનની સફાઇ કરી રહ્યા હોય તો ફ્રિજની સફાઇ કરવાનું ન ભૂલતા. કારણ કે ફ્રિજની સાફ-સફાઇ કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ ફ્રિજની સફાઇ કરો તો તેમાં રહેલી જૂની અને એક્સપાયર વસ્તુઓને બહાર કાઢો અને એક સારા ક્લીનરની મદદથી ફ્રિજની અંદરની સફાઇ કરો. જેથી તમે જે પણ સામાન ફ્રિજમાં રાખો તે સુરક્ષિત અને સ્વચ્છ રહે.

FRIGH

ઘણીવાર ફ્રિજમાં ફંગસ લાગી જાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. ત્યારે સફાઇ દરમિયાન તે વાતને પણ ધ્યાનમાં રાખો. કુકિંગ ગેસ અને ઓવનની આસપાસ જમા ગંદકીને સારી રીતે સાફ કરો. તેનાથી કિચનની સુંદરતા વધશે અને રસોઇ કરતી વખતે પણ સરળતા રહેશે. તેમજ કિચનના ફ્લોરને સારી રીતે ધોઇને સાફ કરો. તેનાથી કિચનમાં જામેલી ગંદકી સરળતાથી નીકળી જશે અને બેક્ટેરિયાનો સાફ કરવામાં મદદ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.