મેષ :  માસિક શિવરાત્રીએ પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન રાખવું પડે. તે સિવાય રસ્તામાં આવતા જતા – વાહન ચલાવતા સંભાળવું પડે.

વૃષભ :  આજનો દિવસ આપે શાંતિથી પસાર કરી લેવો. તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે. વિવાદથી દૂર રહેવું. આડોશ પાડોશમાં સંભાળવું પડે.

 મિથુન :  આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. આકસ્મિક બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય.

કર્ક :  માસિક શિવરાત્રીએ મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપથી આપની માનસિક સ્વસ્થતા-શાંતિ જળવાય. વાણીમાં મીઠાસ-વ્યવહારમાં નમ્રતા રાખવી.

સિંહ :  માસિક શિવરાત્રીએ હરોફરો કામ કરો પરંતુ સંતાનની ચિંતા રહે. વધારાનો ખર્ચ થાય. સાંજ પછી હળવાશ-રાહત અનુભવો.

કન્યા :  સગા-સંબંધી- મિત્રવર્ગના કારણે ચિંતા-ઉચાટ-વિચારોમાં અટવાયેલા રહો. બહાર જાવ તો ઘરની ચિંતા અને ઘરમાં હોવ તો બહારની ચિંતા રહે.

 તુલા :  નોકરી-ધંધાના, ભાઈભાંડુના, નોકર ચાકર, કારીગર વર્ગના પ્રશ્ને ચિંતા રહે. કામકાજમાં વિલંબ થાય. તેમ છતાં કામ ઉકેલાતા રાહત રહે.

વૃશ્ચિક :  માસિક શિવરાત્રીએ તમારા રોજીંદા કામમાં ધ્યાન આપવું પડે. પુત્ર પૌત્રાદિકના વધારાના કામમાં ધ્યાન આપવું પડે, ખર્ચ થાય.

ધન :  વિચારોમાં – ચિંતામાં અટવાયેલા રહો. શારીરિક-માનસિક શ્રમ-થાકના કારણે આરામ કરવાની ઈચ્છા થાય, રોજીંદુ કામ વિલંબમાં પડે.

મકર :  નોકરી-ધંધાનું કામ કરો, હરોફરો પરંતુ એકાગ્રતા જળવાય નહીં. સાંજ પછી હળવાશ-રાહત અનુભવો. વાહન શાંતિથી – ધીમેથી ચલાવવું.

કુંભ :  નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો -આવક થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.

મીન :  તમારા રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. અન્યને મદદરૃપ થઈ શકો. સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. આનંદ અનુભવાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.