- ટેકાના ભાવની ખરીદી સરકાર દ્વારા મોડી કરાતા ઓછા ભાવે જણસીનું વેચાણ
- ટેકાના ભાવની ખરીદી વહેલી કરવામાં આવે તેવી ખેડૂતોએ કરી માંગ
જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવની ખરીદી મોડી કરાતા ના છુંટકે ખેડૂતોને જણસીનું વેચાણ કરવું પડે છે ટેકાના ભાવની ખરીદી સરકાર દ્વારા મોડી કરવામાં આવતી હોવાથી ખેડૂતો ઓછા ભાવે જણસીનું વેચાણ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારી ટેકનોલોજીના ભાવ નક્કી કર્યા છે તે સારા છે પરંતુ ટેકાના ભાવની ખરીદી મોડી એટલે કે લાભ પાંચમથી કરતા હોવાથી ખેડૂતોનો પાક બગડી જાય છે. તેમજ વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે જો તૈયાર પાક ખેતરમાં રહેવા દઈએ તો નુકસાની થાય તેમ છે. જેથી સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી વહેલી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
જે અંગે મળતી માહિતી મુજબ, જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતો ના છૂટકે યાદમાં મગફળી સોયાબીન વેચવા આવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકારી ટેકનોલોજીના ભાવ નક્કી કર્યા છે તે સારા છે પરંતુ ટેકાના ભાવની ખરીદી મોડી એટલે કે લાભ પાંચમથી કરતા હોવાથી ખેડૂતોનો પાક બગડી જાય છે અને વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે જો તૈયાર પાક ખેતરમાં રહેવા દઈએ તો નુકસાની થાય તેમ છે જેથી ના છૂટકે ઓછા ભાવમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પોતાનો મોલ વેચવા મજબૂર બન્યા છે.. ખેડૂતો દિવસેને દિવસે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે એક તરફ કુદરતી કહે તો બીજી તરફ સરકાર પણ ખેડૂતો સામે જોતી નથી… આગામી સમયમાં દિવાળીના તહેવારો હોવાથી પૈસા ની જરૂર હોય છે અને જેને લઇ ના છૂટકે તેમનો માલ ઓછા ભાવમાં વેચી નાખવો પડે છે જેથી સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી વહેલી કરવામાં આવે તો તેનો લાભ ખેડૂતો લઈ શકે તેમ છે.
તો બીજી તરફ જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની પુષ્કર પ્રમાણમાં આવક થઈ રહી છે માર્કેટિંગ યાર્ડના સિદ્ધાંત પ્રમાણે ખુલ્લી હરાજી ખરો તોલ અને રોકડા નાણા ની સિસ્ટમથી ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવવાનું પસંદ કરે છે તેમજ ઉતરાય પણ ખેડૂતો પાસેથી લેવામાં નથી આવતી અને માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં સોયાબીનની સાડા પાંચ હજાર ગુણી ની આવક નોંધાય છે 850 થી 910 હરાજીમાં બોલાયા હતા જ્યારે મગફળીની પણ બમણી આવક નોંધાઇ છે. આમ ટેકાના ભાવની ખરીદી મોડી થતી હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે જેને લઇ માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં જણસીની આવક થઈ રહી છે.