800 વિઘા જમીનમાં આયોજીત મહોત્સવમાં નવ દિવસ સુધી 5 લાખથી વધારે હરીભકતો પધારશે: દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત કાલથી સાંસ્કૃતિક પ્રદર્શનનો ઢોલ, નગારા અને બેન્ડની સુરાવલી સાથે ધમાકેદાર પ્રારંભ થશે

સાંસ્કૃતિક પ્રદર્શનમાં લાખો લોકોને  જીવન જીવવાની   કળા, દેશ પ્રત્યેની  નિષ્ઠા,  ગુરૂઓની પ્રેરણાથી ઈશ્ર્વર પ્રત્યે દ્દઢ શ્રધ્ધા કરાવશે: 25 વિઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શન જેમાં 100 ફૂટ લાંબો અને  35 ફુટ ઉંચો કલાત્મક પ્રવેશદ્વાર સંપ્રદાયની ભવ્યતા દર્શાવશે

વડતાલધામને  આંગણે આગામી તા.7 નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવનાર છે. જે અંતર્ગત પ.પૂ.  વિવેકસાગર સ્વામી, પ.પૂ. ગુણસાગર સ્વામી, પ.પૂ. ભકિતચરણ સ્વામી, પ.પૂ. ચિતસાગર સ્વામી અને ભાજપ અગ્રણી ચેતનભા, રામાણીએ ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી તથા પધારેલા તમામ સંતોએ અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાને ફૂલ હાર તથા મોમેન્ટોથી સન્માનિત કર્યા હતા અને મહોત્સવની વિગતવાર ચર્ચા કરી હતી.

વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ ચેરમેન દેવપ્રકાસદાસજી સ્વામી એ જણાવતા કહ્યુ હતુ કે, સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા પોતે સ્વહસ્તે 6 મંદિરો બનાવી સંપ્રદાયનો તિરંગો ફરકાવ્યો અને 2 મુખ્ય ગાદી સ્થાપી વડતાલ અને અમદાવાદ જેમા સવ્યં શ્રીજી મહારાજે વડતાલ ખાતે “લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ” આદી દેવોની પ્રતીષ્ઠા કરી, હરીભક્તોને તન-મન-ધનથી સુખીયા કરવાનુ વચન માંગ્યુ ત્યારે સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ પોતે પ્રગટ થઈ કળયુગના અંત સુધી પોતે અહીં બિરાજશે અને ભક્તો તેમજ દિન દુખીયા લોકોના મનોરથો સિંધ્ધ કરશે એવા આશીર્વાદ આપ્યા ત્યારથી આજદિન સુધી દિન-પ્રતીદિન ભકતોનુ ઘોડાપૂર વહે છે તેમા પણ પૂનમા ના દિવસે 2 લાખથી વઘુ શ્રધ્ધાળુઓ દર્શન કરે છે. તેમજ 1000 થી વધુ રૂમોનુ યાત્રીક ભવન, નિશુલ્ક ડાઇનીંગ હોલ તેમજ નિશુલ્ક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ જેમા દરેક વિભાગના અનુભવી તબીબો દ્વારા સારવાર જેવા અનેક લોકઉપયોગી અને જનકલ્યાણના કાર્યો ચાલી રહ્યા છે તેમજ જેની ભારત સરકારના સંચાર વિભાગ અંદર આવતા પોસ્ટ વિભાગે ટપાલ ટિકીટ અને ટપાલ કવર બહાર પાડયુ છે તેમજ ગુજરાત સરકારે પણ ટેમ્પલ બોર્ડના સતકાર્યોને ધ્યાનમા લઈ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમા સમાવેશ કર્યો છે તદુપરાંત શ્રીજી મહારાજના જીવનકાળ દરમીયાન તેઓ દ્રારા ઉપયોગમાં આવેલ કપડા, વાસણો, નખ, વાળ થી માડીને નાની-મોટી તમામ વસ્તુઓનું સંગ્રહાલ્ય બનાવે છે જે 200 કરોડના માતબર ખર્ચે અલૌકીક અક્ષર ભુવન તરીકે ઓળખાશે.

આવી પ્રસાદીભૂત જગ્યાં જ્યાં શ્રીજી મહારાજની લિલાઓનો કોઈ પાર નથી, જ્યાંની રજ રજ સ્વામીનારીયણ નામથી ગુંજે છે ત્યાં વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ મૂર્તીપ્રતીષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંપ્રદાયમા સમૈયાઓ અને ઉત્સવોનુ બહુ મોટુ મહત્વ રહ્યુ છે ત્યારે વડતાલ પિઠાધીપતી પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણાથી અને તેમના માર્ગદર્શન અને સંપ્રદાયના વરિષ્ઠ સંતો- મહંતોના નેજા હઠળ આયોજીત લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનુ સુંદર આયોજન કરાવામા આવ્યુ છે. તા.7/11/2024 થી 15/11/2024 સુધી ચાલનાર આ દિવ્યાતીત મહોત્સવને રંગ આપવા 800 વિઘા જમીનમા 300 ફૂટ પહોળા તેમજ 150 ફૂટ લાંબા સ્ટેજ પરથી સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા-કિર્તનના રંગે રંગાવ્યા છે એવા સંપ્રદાયના બે મૂળધન્ય સંતો કથાનો લાભ આપશે,

જેમા ઘરસભાના પ્રણેતા હજારો યુવાનોને સંપ્રદાય પ્રતી સમર્પીત બનાવનાર પ.પૂ. સદગુરૂ નિત્યસ્વરૂપદાસજી સ્વામી “સત્સંગીજીવન કથા” ના વક્તાપદે બિરાજીત થશે તેમજ એ.આઈ. ના સંસોધન પહેલા 3ડી એનીમેશન પર શ્રીજી મહારાજે કરેલી લીલાઓ હરીભકતો સુધી પહોંચાડનાર પ.પૂ. સદગુરૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) “પ્રસાદી મહાત્મયે કથા” ના વક્તાપદે બિરાજીત થાશે જેમા આમંત્રણ રથ થકી સમગ્ર ભારત ભ્રમણ કરી સંતોએ હરિભક્તોને આમંત્રણ પાઠવ્યુ હતુ ત્યારે દેશ-વિદેશથી 50000 થી વધુ હરીભક્તો 300 ફૂટ પહોળા તેમજ 1000 ફૂટ લાંબા સભામંડપમા કથાનુ રસપાન કરશે તેમજ વૈદિક મંત્રોચ્ચારે અને વિદ્વાન બ્રાહ્મણો દ્રૌરા 1008 કુંડી યજ્ઞ નુ વિશાળ યજ્ઞશાળામાં આયોજન કરવામા આવ્યુ છે.

સાથે દરરોજ રાત્રે વિભિન્ન સાંસકૃતીક કાર્યક્રમની ઝાંખી કરાવવામા આવશે જે મનોરંજનથી ભરપુર રહેશે જેમા સંપ્રદાયના 108 સંગીતજ્ઞ દ્વારા સમુહ કિર્તન તેમજ સંગિત સંધ્યા” નુ આયોજન કરવામા આવ્યુ છે, જેમા સંપ્રદાયના વિવિધ કિર્તનોને આવરી એક અનોખી સાંજ હરિભક્તોને આપવાનો પ્રયાસ થશે, પંચાળામા સ્વયં શ્રીજી મહારાજ સંતો સાથે રાસોત્સવ કર્યો હતો ત્યારે 1008 સંતો એક સાથે એક તાલે રાસ રમી ભવ્યતા ઉમેરશે, સાથે વિધાર્થીઓ અને રૂષીકુમારો દ્રારા નૃત્ય નાટીકા કરવામા આવશે, ગુજરાતના પ્રખ્યાત સંગીતકારો દ્વારા લાઇવ મ્યુઝિક કોનસર્ટ રાખવામા આવ્યુ છે તદઉપરાંત તા.24/10 ના રોજ બાળ સંમેલન નુ આયોજન કરવામા આવ્યુ છે જેમા 11000 બાળકોને શિક્ષણની સાથે આદ્યાત્મીક સમજણ આપી સંસ્કારોનુ સીંચન કરાશે. સંપ્રદાયના મુળધન્ય સંતો દ્વારા વિવધ વિષયો પર વ્યાખ્યાન માળા, ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા ર્વેદ; વેદાંગ શાસ્ત્રોનુ પવિત્ર બ્રાહ્મણો દ્વારા 7 દિવસ પારાયણ થશે, પવિત્ર બ્રાહ્મણોને બ્રહ્મભોજન  અને સેવારૂપી બ્રહ્મ ચોર્યાસી થશે, 200 જેટલા પવિત્ર જળ તિર્થોથી દેવોનો “ઐતિહાસિક અભિષેક કરવામા આવશે, સમૂહ મહાપૂજા, રાજોપચાર પૂજન, ધર્મકૂળ પૂજન, સંત દિક્ષા, ગ્રંથ પ્રકાશન, ગૌ પ્રદર્શન, અખંડ ધૂન, મેડિકલ કેમ્પ, પુષ્પદોલોત્સવ, મહિલા મંચ, સમર્પીત ભક્તોનુ સન્માન, ઘનશ્યામ જન્મોત્સવ વિગેરે નુ આયોજન કરવામા આવ્યુ છે.

વડતાલ ટેમ્પલ બોર્ડ વતી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય, સામાજીક તેમજ ઔધોગિક જગતના આમંત્રીત મહામુભાવોની તેમજ જરૂરી વ્યવસથાઓનુ સંચાલન કરવાની જવાબદારી સંપ્રદાયના અનન્ય હરીભક્ત ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીને સોંપવામા આવી છે ત્યારે ઉત્સવ સમીતી સૌ કોઇ ભાઇઓ-બહેનોને પરીવાર સાથે વડતાલધામ ખાતે આ દિવ્ય અને ભવ્ય ઉત્સવનો લ્હાવો લેવા  ભકતપ્રેમી જનતાને  આમંત્રણ પાઠવે છે.

કાલે બાળ સંમેલનમાં રાજકોટ-અમદાવાદ- સુરતના હજારો વિદ્યાર્થીઓ ‘મેનેજમેન્ટ પાઠ’ શીખશે

કાલથી શરૂ થનાર સાંસ્કૃતિક પ્રદર્શનમાં બાળકો, યુવાનો, વડીલો તેમજ વૃધ્ધો સૌ કોઇ મન હળવુ કરી શકે અને જ્ઞાન સાથે ગમત કરી શકે તેવુ ‘ન ભૂતો ન ભવિષ્યતી’ સાંસ્કૃતિક પ્રદર્શન’ નુ આયોજન કરવામા આવ્યુ છે જે તા. 23/10 થી 15/11 સુધી લોકોને મેનોરંજન આપવા સજ્જ રહેશે જે 40 વિધા જમીનમા 8 લાખ સ્કવેર ફૂટમા આયોજીત છે અને કુલ 8 ડોમના આ પ્રદર્શનમા 100 ફૂટ લાંબો અને 35 ફૂટ ઉંચો વિશાળ કલાતમ્ક પ્રવેશદ્વાર રહેશે જે લાખો લોકોને જીવન જીવવાની કળા, દેશ પ્રત્યેની નિષ્ઠા, ગુરૂઓની પ્રેરણાથી પોતાના ઇશ્વર પ્રત્યે દ્રઢ શ્રધ્ધા કરાવશે તેમજ પ્રાકૃતિક પહાડ, જંગલ, ગુફાઓ અને 1 લાખથી વધુ વૃક્ષ વેલીઓ, વલાર ફૂલછોડની વનરાઇઓ વચ્ચે 30 પ્રકારની ટેકનોલોજી થી સજ્જ સૌસ્કૃતિક પ્રદર્શન મા લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઇલુઝન, સાયન્સ સીટી, 360 સ્ક્રીન પર જીવન ધડતરનુ રહસ્ય, આર્ટ ગેલેરી, ગ્લોગાર્ડન, નેચરલ ગુફાઓ, ફ્લાવર્સ ટ્રેન, એન્જોય પાર્ક, કલાકૃતી સાથેના 9 માર્ગો, ફાઉનટેન, તળાવ, ઝુલતો પુલ વિગેરે આનંદમય સ્થળો રહેશે જે આધ્યાત્મિક આલ્પાભીક મુલ્યોને ઉજાગર કરતુ ભવ્ય પ્રદર્શન રહેશે. 11 હજાર બાળકોને શિક્ષણની સાથે આધ્યાત્મિક સમજણ આપી સંસ્કારોનું સિંચન કરાશે.

સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા વડતાલ ખાતે ગાદી સ્થાપી:

પ.પૂ. ગુણસાગર સ્વામીએ જણાવ્યું હતુ કે, 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે વડતાલ ખાતે  ગાદી સ્થાપી અને મંદિરનું નિર્માણ કર્યું. સ્વામિનારાયણની રાજધાની એટલે જ વડતાલ ત્યારથી જ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ થયો. વડતાલ અને અમદાવાદ જેમાં સ્વયં શ્રીજી મહારાજે વડતાલ ખાતે આદી દેવોની પ્રતીષ્ઠા કરી, હરીભકતોને તન-મન-ધનથી સુખિયા કરવાનું વચન માંગ્યું ત્યારે સાક્ષાત લક્ષ્મી નારાયણ દેવ પોતે પ્રગટ થઈ કળયુગના અંત સુધી પોતે અહી બિરાજશે અને ભકતો તેમજ દિનદુખિયા લોકોના મનોરથ સિધ્ધ કરશે ત્યારથી  આજદિન સુધી ભકતોનું ઘોડાપુર વડતાલમાં વહે છે.

ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રી જ આચાર, વિચાર અને વ્યવહાર શીખવે છે

પ.પૂ. ગુણસાગર સ્વામીએ જણાવ્યું હતુ કે, ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રી જ જીવનમાં સુખી થવાનો માર્ગ બતાવે છે. શિક્ષાપત્રીથી જ જીવનમાં આચાર, વિચાર અને વ્યવહાર આપમેળે સમજાય જાય છે. દરેક ધર્મ-સંપ્રદાયના ગ્રંથનો ક્ષાર આ શિક્ષાપત્રીમાં આવી જાય છે.

ભુખતી-મુકિત જ સ્વામિનારાયણ સંપ્રદાયનું સુત્ર

પ્રસાદનું મહત્વ અનેરૂ છે. તેના પર પ્રકાશ પાડતા પૂ. ગુણસાગર સ્વામીએ જણાવ્યું હતુ કે, શ્રીજી મહારાજે બે વસ્તુ પર વિશેષ ભાર આપ્યો હતો. ભુખની મુકિત આ બે વાકય સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સુત્ર છે. શ્રીજી મહારાજે શાકોત્સવનો પ્રારંભ કરાવ્યો અને જે જે લોકો આ ઉત્સવમાં ભેગા થાય છે. સાથે  પ્રસાદ લે છે તેનાથક્ષ મન-તન ભેગા થાય છે. અને ભકિતનો માર્ગ ખુલે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.