Diwali 2024 : દિવાળીને રોશનીનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે લોકો દીવાઓથી તેમના ઘરને શણગારે છે. તેમજ દીવા વગર દિવાળી જાણે અધુરી લાગે છે. આ સાથે બજારોમાં ઘણા પ્રકારના દીવા ઉપલબ્ધ હોય છે, પરંતુ જો તમે આ દિવાળીમાં તમારા ઘરને અલગ રીતે સજાવવા માંગતા હોવ તો આ વર્ષે બજારમાંથી દીવા ખરીદવાને બદલે જાતે જ ઘરે દીવા બનાવો.

દિવાળી પર નવીન રીતે ઘરને સજાવવા DIY દીવા બનાવવાની પદ્ધતિ જાણો. દિવાળી પર માટીના દીવા ઘરે જ બનાવો.

MATINA DIVA

માટીમાંથી દીવો બનાવવા માટીને ઘરે સારી રીતે મીક્સ કરો. તેમજ માટીના નાના નાના બોલ બનાવી તેને પોતાની મરજી મુજબનો નવો આકાર આપો. ત્યારબાદ તેના પર ડિઝાઇન કરી તેમજ કલર કરી સુકાવા દો. ત્યારબાદમાં માઇક્રોવેવમાં થોડી વાર ગરમ કરી તેને સખત થવા દો. ત્યારપછી તડકામાં સુકવી દો. હવે તેને દીવા તરીકે વાપરો.

Clay lantern

તમે માટીથી દીવા તો બનાવી જ શકો છો. આ સાથે ફાનસ પણ બનાવી શકો છો. તેને પણ માટીના દીવાની જેમ જ યોગ્ય આકાર, ડીઝાઇન અને રંગ કરીને માઇક્રોવેવમાં ગરમ કરવા જોઇએ. ત્યારબાદમાં તેમાં દીવો કરીને ઉપયોગમાં લઇ શકાય.

Clay

બાળકોને રમવા માટેના ક્લેમાંથી પણ તમે ઘરે દીવા બનાવી શકો છો. તેમજ તેને પણ નાના નાના બોલનો શેઇપ આપવો. તેને પણ ડિઝાઇન આપ્યા પછી માઇક્રોવેવમાં ગરમ કરી ઉપયોગ કરવા યોગ્ય બનાવી શકાય છે.

LOT 2

લોટમાંથી પણ દીવો બનાવી શકાય છે. તેમજ લોટમાંથી દીવો બનાવવા માટે પહેલા લોટમાં થોડું મીઠું નાખો. ત્યારપછી પાણીની મદદથી લોટને સારી રીતે મસળી લો. હવે લોટના નાના-નાના બોલ બનાવો. અને હવે લોટ લો અને તેને મનપસંદ આકાર આપો. આકાર આપ્યા પછી, તેમને માઇક્રોવેવમાં 1 મિનિટ માટે ગરમ કરો. ત્યારબાદ 1 મિનિટ પછી તેને બહાર કાઢો, પછી પ્રાઈમર લગાવો અને તેને રંગોથી સજાવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.