• પાક ઉપર પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાની
  • નુકસાનીનું યોગ્ય વળતર ચુકવવા ખેડૂતોએ કરી માંગ

માધવપુર સહિતના ઘેડ પંથક ખાતે ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઘેડ પંથકના ખેતરોમાં લીલા પાક ઉપર પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન થયું છે. તેમજ ખેડૂતોએ સરકારને માંગ કરી છે થયેલ નુકસાનીનું યોગ્ય વળતર ચુકવામાં આવે અને બિયારણ સસ્તા ભાવે આપવામાં આવે જેથી કરીને શિયાળુ પાક લઇ શકે.

પોરબંદરના માધવપુર સહિતના ઘેડ પંથકના ખેડૂતો ને ભારે વરસાદના કારણે મુશ્કેલી વેઠવી પડી હતી. જેમાં માવઠાના પડેલા વરસાદ થી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તેમજ ઘેડના અનેક ગામોમાં ઉપર વટ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી થી ખેતરો તરબોળ થયા હતા. આ ઉપરાંત ઘેડ પંથકના અમુક ખેતરોમાં ચોમાસુ લીલા પાક ઉપર પાણી ફરી વળતા ઉભા પાક ને ભારે નુકસાન ખેડૂતોની હાલત કફોડી બની હતી.

ઘેડ પંથકમાં હજુ પાણી ઓસિયાનતા ત્યાં ફરી પાણી ફરીવરતા શિયાળુ પાક ચણાના પાકનું વાવેતર મોડું થશે તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતો પંથકમાં એક જ શિયાળુ પાક ખેડૂતો માટે જીવાદોરી સમાન હોઈ છે ત્યારે ઉપર વાત ભરે વરસાદના કારણે ઘેડમાં પાણી ફરી વરે છે ત્યારે ખેડુતોને  ચણા, મગ, શાકભાજીના પાકમાં મુશ્કેલી વેઠવી પડે તેવી અભાવના દર્સાય રહી છે

ઘેડ પંથકના તમામ ખેતરોમાં વારંવાર ઉપર ભારે વરસાદને કારણે પાણી પરિવર્તન તેઓના ખેતરોના પણ ધોવાણ થયા છે અમુક લીલા ભાગ પણ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતો હાલ ભરે મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે સરકાર પાસે માંગ ઉઠી છે તેઓને સહાય આપવામાં આવે અને ખેડૂતોને બિયારણ સસ્તા ભાવે આપવામાં આવે જેથી આવનારા દિવસોમાં તેઓ શિયાળુ પાક લઇ શકે.

પરેશ નિમાવત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.