- પૂર્વ સાસંદ , ધારાસભ્ય, ચેરમેન, ડિરેકટરો , સભાસદો અને ખેડૂતોની હાજરી
- ખાંડ ઉદ્યોગ ફેકટરી ફરીથી ચાલુ કરવા માટેની વિચારણાઓ કરાઇ
- IPL નામની કંપનીને ભાડાકરાર પર કંપની આપવાની કરી જાહેરાત
સોરાસ્ટ્ર માં ધમધમતા ખાંડ ઉદ્યોગ છેલ્લા એકાદ બે દાયકા માં બંધ થઇ ચુક્યા છે .તો ગીર વિસ્તાર ના તાલાલા, ઉના અને કોડીનાર ખાંડ ઉદ્યોગ પણ લાંબા સમયથી બંધ થઈ ગયા છે. પરંતુ 2016 નાં વર્ષ થી બંધ થયેલી કોડીનાર સુગર મીલ ફરી શરૂ થવાની કવાયત શરૂ કરવામાં આવી છે. કોડીનાર સુગર મિલ પર આશરે 70 કરોડ ની આસપાસ નું કરજ છે જેના કારણે આં મીલ ને ફરી બેઠી કરવી મુશ્કેલ હતી. પરંતુ આખરે સરકાર ની ઇન્ડિયન પોટાશ લિમિટેડ ( આઇપીએલ) દ્વારા સુગર મળી શરૂ કરવાની તૈયારી બતાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ કોડીનાર સુગર મીલ સાથે IPL દ્વારા કરારો કરવામા આંવ્યા છે. જે 30 વર્ષ ના પેટ્ટટે આં મીલ ને આઇપીએલ કંપની ચલાવશે. ખેડૂતોના રૂપિયા, કર્મચારીઓ નાં પેન્ડીગ પગાર પણ આં કંપની ચૂકવશે. તો ફેકટરી પર ના કરજ માં પણ અજય પટેલ રાજ્ય બેંક માંથી રાહત કરી છે જેના કારણે હવે આશા નું કિરણ જોવા મળ્યું છે. અને કોડીનાર સુગર મીલ શરૂ થાય તેવા હેતુ થી 12000 જેટલા સભા સદો ની સાધારણ સભા મારફતે મંજૂરી લેવામાં આવી હતી. આજે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા અને સાધારણ સભા માં સુગર મીલ ના બોર્ડ દ્વારા આઇપીએલ અને બેન્ક બને સાથે ના કરારો નાં ઠરાવ મંજૂર કરવા માટે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું . આગામી દિવસો માં આઇપીએલ દ્વારા કોડીનાર ખાંડ ઉદ્યોગ માં નવી મશીનરી ઊભી કરાશે કે તેનું રીપેરીંગ કરી જૂનો પ્લાન ચલાવે તે સમગ્ર મામલે યુદ્ધ ના ધોરણે કામગીરી શરૂ થશે..જેને લય ખેડૂતો માં ખુશી જોવા મળી હતી
આ સાથે કોડીનારના ધારાસભ્ય તરીકે ચુટાયા બાદ પ્રથમ કાર્ય સુગર મીલ ચાલુ કરવાનુ આ વિસ્તાર ની જનતાને વચન આપ્યુ હતુ જે આજે 2017નાં વર્ષ માં અમિત શાહ દ્વારા કોડીનાર સુગર મીલ શરૂ કરવાનું વચન અપાયું હતું આખરે અમિત શાહ, દિલીપ સંઘાણી અજય પટેલ અને માજી સાંસદ દીનુ સોલંકીના પ્રયાસો થી શુગર મીલ આવતા વર્ષે ધમધમે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ત્યારે કોડીનારના સુગર મીલ આ વિસ્તારની જીવાદોરી સમાન છે આ સુગર મીલ ચાલુ થવાથી આ વિસ્તાર ના ખેડૂતો તો સમૃધ્ધ બનશે પણ સાથે ટ્રાન્સપોર્ટ, લેબરકામ, ધંધા રોજગારમા પણ વૃધ્ધિ આવશે જેથી વહેલીતકે આ સુગરમીલ ચાલુ થાય તે ખેડૂતો રાહ જોઇ રહ્યા છે.