• માત્ર બિઝનેસને જ પ્રાધાન્ય નહી પરંતુ સામાજીક જવાબદારી નિભાવવામાં પણ નંબર 1
  • કોર્પોરેશન સાથે પીપીપીના ધોરણે બગીચાના વિકાસ માટે એમઓયુ કર્યા ‘ઉમ્મીદ સે દુગના’ આપ્યું

રાજકોટના વિકાસમાં તમામનું સહિયારૂ યોગદાન છે. બિલ્ડરો પણ શહેરના વિકાસ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. બાગબાન બની રાજકોટવાસીઓના જીવન ધોરણને લાડાણી એસોસિએટ અને ઓરબીટ ગ્રુપ ગાર્ડન ગાર્ડન બનાવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા આ ગ્રુપની પ્રતિષ્ઠા અને વિશ્ર્વસનીયતાને ઘ્યાનમાં રાખી પીપીપી મોડલ પર એક બગીચાને ડેવલપ કરવાનું કામ સોંપ્યું તંત્રના આ વિશ્ર્વાસ પર લાડાણી એસોસિએટ અને ઓરબીટ ગ્રુપ સવાયુ નિવડયું તંત્રની ઉમ્મીદથી પણ બમણું આપ્યું, લોકોની સુખ – સુવિધામાં સતત વધારો કરવો આ ગ્રુપનો સૌથી મોટો ઘ્યેય છે. જેટલું આપવાનું વચન આપો તેની વિશેષ પ્રધાન કરો ત્યારે સંસ્થાની આગવી ઓળખ ઉભી થાય છે.

રાજકોટના વિકાસને વધુ વેગ આપવાના ઉમદા આશ્રય સાથે લાડાણી એસોસીએટ અને ઓરબીટ ગ્રુપ દ્વારા આરએમસીના ગાર્ડનને પી.પી.પી. બેઝ હેઠળ સ્વખર્ચે અત્યાધુનીક સુવિધા સભર ગાર્ડન બનાવવામાં આવે છે. ગાર્ડનનું મેન્ટેનન્સ અને દેખરેખ  લાડાણી એસોસીએટ અને ઓર્બીટ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.ગાર્ડનમાં  પ્લે એરિયા, મેડીટેશન એરીયા, ઓક્સિજન ડેક, વગેરે સુવિધાઓ શહેરીજનો માટે ઉભી કરવામાં આવી છે.

રાજકોટના ખ્યાતનામ બિલ્ડર  દિલીપભાઈ લાડાણીને 2010-11માં ગાર્ડન સિટી બનાવ્યું હતું. કોરોનામાં તે પ્રોજેક્ટમાં કોમન પ્લોટમાં ગાર્ડનનો ઉપયોગ બિલ્ડીંગના લોકો અને મહેમાનો કરતા હતા ત્યારે વિચાર આવ્યો કે સુવિધા સભર ગાર્ડન અનેક વિસ્તારોમાં હોવા જોઈએ. ત્યારબાદ તેઓને  વિચાર આવ્યો કે આસપાસના લોકોને પણ  અતિ સુવિધા સાથે ગાર્ડન મળે.મહાનગરપાલિકાના ગાર્ડનના એમઓયુ કરી સ્વખર્ચે અતિ આધુનિક ગાર્ડન બનાવવાનું નક્કી કર્યું હતું. જેનો હેતુ હતો  લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, બાળકો રમતગમત રમી શકે અને લોકોને અતિ સુવિધા સભર ગાર્ડન મળે.

શહેરના મવડી વિસ્તારમાં સ્પીડવેલ ચોક સ્થિત ગેલેક્સી ગાર્ડન નજીક કોર્પોરેશનના ગાર્ડનને  લાડાણી એસોસીએટ અને ઓરબીટ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડન 3,725 વારમાં ફેલાયેલું છે આધુનિક સુવિધા સભર ગાર્ડનને બનાવવામાં આવ્યું છે.  ગાર્ડનમાં પ્લે એરિયા, ઓપન જીમ, મેડીટેશન એરીયા, ફિશ પોન્ડ, લોન એરીયા, સીટીંગ એરીયા, ઓક્સિજન ડેક અને ફાઉન્ટેન લોકો માટે બનાવવામાં આવ્યા છે. આસપાસના રહેણાંક વિસ્તારના લોકો ગાર્ડનનો ખૂબ સારી રીતે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને બાળકો રમતગમત રમી શકે. તે માટે ઉપયોગ કરી રહ્યા છે.  આસપાસના બે કિલોમીટરના વિસ્તારના લોકો ગાર્ડનમાં આવે છે. લોકોએ ગાર્ડનનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ, ગાર્ડનમાં સ્વચ્છતા રાખવી જોઈએ.બિલ્ડરોએ પોતાની સાઈટ આસપાસના વિસ્તારમાં ટીપીમાં  આવતા ગાર્ડનને લોકો માટે અતિ આધુનિક બનાવવા જોઈએ. સરકાર દ્વારા ટીપીમાં ગાર્ડનનો વધારો થતો જાય છે તે ખૂબ સારી વાત છે.

  • આવું ગાર્ડન આખા રાજકોટમાં બીજે ક્યાંય નથી: રાજેશ્રીબેન
  • ગાર્ડનનું   લોકાર્પણ થયું ત્યારથી અહીં તે માટે કસરત કરવા આવીએ છીએ. રાજકોટમાં ક્યારે આવું ગાર્ડન જોયું નથી. મહાનગરપાલિકાનું ગાર્ડન પ્રાઇવેટ ગાર્ડન હોય તેવું લાગી રહ્યું છે. સુવિધાઓ ખૂબ સારી છે.
  • લોકોએ પણ ગાર્ડનમાં સ્વચ્છતા જાળવવી જોઈએ: પ્રવિણભાઈ ગોંડલીયા

મહાનગરપાલિકાનું અતિઆધુનિક ગાર્ડન ખૂબ જ સારું બનાવવામાં આવ્યું છે.ગાર્ડનમાં પ્લેરીયા, ઓપન જીમ, મેડીટેશન એરીયા, વોટર બોડી, લોન એરીયા, સીટીંગ એરીયા, ઓક્સિજન ડેક અને ફાઉન્ટેન બનાવવામાં આવ્યા છે. દરરોજ અમે અહીં હોકિંગ, કસરત કરીએ છીએ અને બાળકો માટે રમત ગમત રમે છે. રાજકોટમાં સાર્વજનિક આવું આધુનિક ગાર્ડન ક્યારેય જોયું નથી. લોકોએ ગાર્ડનમાં સ્વચ્છતા રાખવી જોઈએ અને કોઈપણ પ્રકારનું નુકસાન ન કરવું જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.