સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ સાથે ધ્વજ સંહિતા અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ પણ ફરકાવાશે. દર વર્ષે 24મી ઓકટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી  કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતમાં ૨૪મી ઓકટોબરે સરકારી કચેરીઓ ઉપર ભારતના રાષ્ટ્રધ્વજની સાથે ધ્વજ સંહિતાની સૂચનાઓ અનુસાર રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવીને ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવ્યાં અનુસાર રાજભવન, ગુજરાત વિધાનસભા અને ગુજરાત હાઇકોર્ટ સિવાય જે પણ સરકારી કચેરીઓ પાસે સંયુક્ત રાષ્ટ્રધ્વજ હોય તે કચેરીઓએ ૨૪મી ઓક્ટોબર ગુરુવારે ભારતના રાષ્ટ્રધ્વજની સાથે તે કચેરી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.