ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સરાહનીય યોજનાઓ અંતર્ગત તા.22/10/2024ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહના વરદ હસ્તે શૈક્ષણિક શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના:

યોજનાનો હેતુઃ

રાજ્યમાં વધુમાં વધુ વિધાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિધાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવા માટે શિક્ષણ વિભાગના તા.12/03/2024ના ઠરાવથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

લાભાર્થીની પાત્રતા:

રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કર્યો તેવા તમામ વિધાથીઓ, અથવામાન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 10 પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 3.6 લાખ કે તેથી ઓછી હોય તેઓને સહાય આપવામાં આવે છે.

મળવાપાત્ર સહાય :

આ યોજના હેઠળ ધોરણ 11 થી 12 માટે પાત્રતા ધરાવનાર વિધાર્થીને કુલ 3. 25,000/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર છે.

  1. ધોરણ 11 માટે વિધાર્થી દીઠ વાર્ષિક રૂ. 10,000/- અને ધોરણ 12 માટે વિધાર્થી દીઠ વાર્ષિક રૂ. 15,000/- મળવાપાત્ર રહેશે.
  2. ધોરણ 11 અને 12ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન 10 માસ માટે માસિક રૂ. 1000/- મુજબ વાર્ષિક 3. 10,000/- પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ 3. 20,000/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 3. 5,000/- ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

નમો સરસ્વતી યોજના હેઠળ અંદાજિત 2.50 લાખ વિધાર્થી અને વિધાર્થીનીઓને સહાય મળવાપાત્ર છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં કુલ 3. 250 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ બન્ને યોજના અંતર્ગત પાત્રતા ધરાવનાર વિધાર્થી અને વિધાર્થીનીના માતાના બેંક ખાતામાં DBT ના માધ્યમથી સહાયની રકમ જમા કરાવવામાં આવે છે. તા. 22-10-2024 ના રોજ માન. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના વરદ્દ હસ્તે આશરે 11 લાખ જેટલા લાભાર્થી વિધાર્થીઓને આ સ્કોલરશીપની રકમ DBT દ્વારા ચૂકવવામાં આવશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સરાહનીય યોજનાઓ અંતર્ગત તા. 22/10/2024ના રોજ માન.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહના વરદ હસ્તે શૈક્ષણિક શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના વરદ હસ્તે તા.22/10/2024ના રોજ કડી સર્વ વિધાલય કેમ્પસ, ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના લાભાર્થીઓના માતાના બેન્ક ખાતામાં DBTથી સહાયની રકમ જમા કરાવવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનશેરીયા વગેરે ઉપસ્થિત રહી લાભાર્થીઓને લાભાન્વીત કરશે.

નમો લક્ષ્મી યોજના:

યોજનાનો હેતુ:-

ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવા માટે તા. 12/03/2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

લાભાર્થીની પાત્રતા:-

રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ પૈકી જે વિધાર્થીનીઓએ રાજયની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-૯માં પ્રવેશ મેળવેલ હોય, અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અને આ સિવાયની જે વિધાર્થીનીઓએ માન્ય ખાનગી શાળાઓમાં ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 3.6 લાખ કે તેથી ઓછી હોય તેઓને સહાય આપવામાં આવે છે.

મળવાપાત્ર સહાય:-

આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 માટે પાત્રતા ધરાવનાર વિધાર્થીનીને કુલ 3. 50,000/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે.

  1. ધોરણ 9 અને 10ના મળી કુલ 3. 20,000/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક રૂ. 500/- મુજબ વાર્ષિક રૂ. 5,000/- પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ3. 10,000/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 3. 10,000/- ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.
  2. ધોરણ 11 અને 12ના મળી કુલ 3. 30,000/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક રૂ. 750/- મુજબ વાર્ષિક રૂ. 7,500/- પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ રૂ. 15,000/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 3. 15,000/- ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

નમો લક્ષ્મી યોજના હેઠળ અંદાજિત 10 લાખ વિધાર્થીનીઓને સહાય મળવાપાત્ર છે.

– આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં કુલ 3. 1,250 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.