Kutch : તહેવારો નિમિતે કચ્છમાં અખાધય મીઠાઈ-ફરસાણ વહેંચતા વેપારીઓ પર તટસ્થ તપાસ અને કાર્યવાહી કરવા અંગે SDPi સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા ક્ચ્છ જિલ્લા કલેકટર,જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને આવેદન પત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ખાધ અને અવસલી વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ નિષ્પક્ષ તપાસ કરી મીઠાઈ-ફરસાણમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તહેવારો નિમિતે કચ્છમાં અખાધય મીઠાઈ-ફરસાણ વહેંચતા વેપારીઓ પર તટસ્થ તપાસ અને કાર્યવાહી થવા અંગે SDPi સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા ક્ચ્છ જિલ્લા કલેકટર સાહેબ અને જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ને આવેદન પત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
SDPi ક્ચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા
તુષાર ધોળકિયા સાહેબ ડાયરેક્ટ ફૂડ વિભાગ ગુજરાત સરકારને પત્ર લખીને લોક હિત માટે ફરિયાદ કરતા જણાવ્યું કે હાલ 9 વર્ષ દિવાળીના તહેવારો હોવાથી લોકોની રજુઆત લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં અંગે લોક ફરિયાદ આવતા હતા.
આ સાથે જણાવ્યું કે હાલ કચ્છમાં મીઠાઈ-ફરસાણના વેપારીઓ દ્વારા મીઠાઈ-ફરસાણમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ ખાવાના માવાની માંગ જોઈએ તેના કરતાં ઓછો માવો ઉત્પન્ન થઇ રહ્યો છે. આ ઉપરાંત જેટલો માવો ભૂજ ક્ચ્છ તેમજ અન્ય સ્થળોથી મંગાવવામાં આવી રહ્યો છે, તે પણ પૂરતો નથી જેના કારણે મીઠાઈઓની માંગને પહોંચી વળવા વેપારીઓ દ્વારા માવાના નામે મીઠાઈઓમાં અખાદ્યય વસ્તુઓનું મિશ્રણ કરી વહેંચાણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત આગામી તહેવારો નિમિતે તંત્ર દ્વારા ભાવ બાંધણું તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ મીઠાઈ તેમજ ફરસાણની ક્વોલિટી ચકાસી શકાય કે વેપારીઓને ભેળસેળ કરતા રોકી શકાય તે અંગેની કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. જેથી આપ સાહેબને નમ્ર અરજ છે કે ( ફૂડ વિભાગ ) ખાધ અને અવસલી વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ નિષ્પક્ષ તપાસ કરી મીઠાઈ-ફરસાણ માં ભેળસેળ કરતા વેપારીઓ સામે કડક પગલાં લઈ, જ્યાં અખાદ્યય મીઠાઈઓ બનાવવામાં આવે છે તથા જયાં ભેળસેળ વાળુ દૂધ, માવા, પનીર વગેરેનું વહેંચાણ કરવામાં આવે છે તે જગ્યાઓ પર ચેકીંગ કરી યોગ્ય પગલાં લેવા તેમજ ક્ચ્છ જિલ્લાના તમામ મામલતદારો સાહેબો ને આપ સાહેબ દ્વારા લેખિત જાણ કરવા નમ્ર વિનંતી છે.
ખાસ નોંધ લેવા જણાવવાનું કે હાલ ક્ચ્છ જિલ્લામાં મીઠાઈ અને ફરસાણના ( ફૂડ વિભાગના નિયમો છે કે કોઈ પણ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણો બનતા હોય છે તેની બનવવાની તારીખ અને અખાદ્યય થવાની તારીખ ફરજિયાત હોય છે. પરંતુ મીઠાઈઓ અને ફરસાણોમાં વેપારીઓ દ્વારા કોઈ મેનીયું તારીખ લખવામાં આવતી નથી અને કેટલા દિવસ સુધી ખાદ્યય રહેશે એ પણ લખવામાં આવતું નથી. જેથી આપ સાહેબને અમારી નમ્ર અપીલ છે કે ક્ચ્છ જિલ્લાના લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યનો ખ્યાલ રાખી નિયમોનો પાલન કરાવા અને કાયદાકિય કાર્યવાહી માટે ક્ચ્છ જિલ્લા કલેકટર સાહેબ આ મુદ્દાને મંથલી મિટીંગમાં સામેલ કરવામાં આવે તેવી માંગ સાથે SDPi સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ક્ચ્છ જિલ્લાના પ્રમૂખ રોશનઅલી સાંધાણી અને જિલ્લા મહામંત્રી ઝકરિયા સુમરા અને સલીમ બાફણ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ભારતી માખીજાણી