- રાજકોટને ઔદ્યોગિક હબ બનાવવા આર.કે. ગ્રુપના સફળ 20 પ્રોજેક્ટ બાદ નારણકામાં વધુ એક પ્રોજેક્ટનું લોન્ચિંગ.
સૌરાષ્ટ્રના પાટનગર અને રાજ્યના ઑદ્યોગિક હબ નાગરિમાપૂર્વકનું સ્થાન ધરાવતા રાજકોટમાં દરેક ખૂણે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર યોગદાન આપી ઑદ્યોગિક વસાહતો વિકસાવવા માટે જાણીતી આર કે ગ્રુપ દ્વારા 20 સફળ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ બાદ નારણકામાં 21 માં ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ નું લોંચિંગ કરવા માં. આવ્યું હતું
ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ નિર્માણ અને વિકાસ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત” આર.કે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના વહીવટ અને વિકાસ માટે કંપનીના ચાર ડિરેક્ટર ગૌરવભાઈ સોનવાણી, સર્વાનંદભાઈ સોનવાણી, કમલભાઈ સોનવાણી, અને રાજેન્દ્રભાઈ સોનવાણી ના માર્ગદર્શન હેઠળ આર કે ગ્રુપ માં ગૌરવ સોનવાણી અને વિશાલ સોનવાણીના સતત વિકાસલક્ષી અભિગમ અને અંતર માળખાકીય સુવિધાઓના વધારામાં કંઈક નવું આપવાની જિજ્ઞાસાથી ઔદ્યોગિક એકમો સ્થાપવાના અભિયાન જેવા પ્રોજેક્ટમાં કંપની અત્યાર સુધી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં 20થી વધુ ઓદ્યોગિક વસાહતો ના સફળ નિર્માણ માં એક આગવી સફળતા મેળવી છે
આર કે ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 20 પ્રોજેક્ટ સફળ રીતે પૂરા કર્યા છે જેમાં અલગ અલગ ક્ષેત્રના 2000 થી વધુ ઉદ્યોગો ધમધમી રહ્યા છે રાજકોટના ખૂણે ખૂણે આર.કે ગ્રુપ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉભા કરવામાં આવ્યા છે આર.કે ગ્રુપ દ્વારા અમદાવાદ હાઈવે , ભાવનગર હાઈવે , અને જામનગર હાઇવે પર થયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નિર્માણ માં ઉદ્યોગો સારી વ્યવસ્થા વચ્ચે ચાલી રહ્યા છે હવે ગ્રુપ દ્વારા પડવલા અને નારણકા માં ગ્રુપ નો 21 મો ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિકસાવવાની કામગીરી પૂરબહારમાં આગળ વધી રહી છે
આર.કે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પડવલા અને નારણકા ગામે 400વાર નો એક પ્લોટ એવા 300 થી વધુ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ ની સ્કીમ લોન્ચ કરી રહી છે.
અનેક એમિટીઝ સાથે ગટરલાઈન, રોડ રસ્તા ,અને સ્ટ્રીટ લાઈટ સહિતની ઉદ્યોગો માટે જરૂરી તમામ સુવિધાઓ ની ઉપલબ્ધિ સાથે નારણકા પડવલામાં આરકે ગ્રુપની નવી ઔદ્યોગિક વસાહત તૈયાર થઈ રહયું છે.
આર કે ગ્રુપના તમામ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં ઉદ્યોગોની લાઈટ પાણી રસ્તા ગટર અને રોડ કનેક્ટિવિટીની સુવિધા ની સાથે સાથે પર્યાવરણ જતનની ખાસ “ચીવટ” રાખવામાં આવે છે, આર.કે ગ્રુપની પર્યાવરણ જાળવણીની ખેવના જ તેના તમામ પ્રોજેક્ટને એક અલાયદી અને કલ્યાણકારી ઓળખ આપે છે
રાજકોટની બધી દિશા માં આરકે ના વધુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન નો વિકાસ થઈ રહ્યો છે અને તેમાં દરેક ઉદ્યોગો અને વ્યવસાયોને સવલત મળે તેવી રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ હાઈવે ભાવનગર હાઈવે જામનગર હાઇવે પરના સફળ પ્રોજેક્ટ બાદ આર કે ગ્રુપ પદાવલાને નારણકા ગામમાં ઔદ્યોગિક વસાહત ઉભી કરવા માટે પ્રતિબંધ છે તેમાં ગટર લાઈન રોડ રસ્તા ની સાથે સાથે પર્યાવરણ જતન અને ઇન્ડસ્ટ્રીઝમાં થી ઉત્પન્ન થતા ઇન્ડસ્ટ્રીયલ મટીરીયલ કેમિકલ પ્રદૂષણ ન ફેલાવે તે માટે રાખવામાં આવશે આર.કે ઇન્ડસ્ટ્રીઝના તમામ પ્રોજેક્ટમાં કારખાનાઓમાંથી હવાનું પ્રદૂષણ ન ફેલાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે તેનાથી જ આરકે ની ઇન્ડસ્ટ્રીયલ સ્કીમ સામે કોઈને કંઈ જ વાંધો હોતો નથી
આર.કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સ્થાપિત ઉદ્યોગો માં પર્યાવરણ જાળવણી નો ખાસ ધ્યાન રાખવામાં આવે છે ઉદ્યોગિક પ્રદૂષણથી પર્યાવરણને કેમ ઓછું નુકસાન થાય તેની ચીવટ રાખીને કારખાનામાંથી નીકળતા ઝેરી રસાયણ યુક્ત પદાર્થ પર્યાવરણમાં ન ભળે તેની ખાસ ચોકસાઈ રાખવામાં આવે છે અને પર્યાવરણ જાગૃતિ માટે એડવાન્સમાં પગલાં લઈને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ વિકસાવવામાં આવે છે
આર કે ગ્રુપ દ્વારા નારણકામાં આર.કે ઇન્ડસ્ટ્રીયલ સીટી નું લોન્ચિંગ કર્યું હતું જેમાં અગાઉથી જ 25 થી 30 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્લોટીંગ બુક કરીને તેમાં નિર્માણ કામ પણ શરૂ થઈ ચૂક્યું છે
આર.કે. ગ્રુપના ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટમાં ઉદ્યોગોને પ્રાથમિક સુવિધા સાથે પર્યાવરણના જતન માટેની ચીવટ રાખવામાં આવે છે: ગૌરવ સોનવાણી
રાજકોટ ની ચારે ચાર દિશા અને ખૂણે ખૂણે ઔદ્યોગિક વસાહતો ઊભા કરવામાં આર કે ગ્રુપ સૌથી મોખરે છે અબ તક સાથેની વાતચી સતમાં આર કે ગ્રુપના ડિરેક્ટર ગોરવ ભાઈ સોનવણી એ જણાવ્યું હતું કે અમારા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં લાઈટ પાણી ગટર અને રસ્તાની સુવિધા ની સાથે સાથે પર્યાવરણનું જતન થાય તેવી વ્યવસ્થા અને ખાસ કરીને ઔદ્યોગિક પ્રદૂષણ થી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તેની ચીવટ રાખવામાં આવે છે