કાયમી આઇસ્ક્રીમ ખાઇને કંટાળી ગયા હોય તો આજે હું તમારા માટે નવુ અને રોમાંચક અનુભવ કરાવવા માગું છુ જો તમે કંઇક અલગ ખાવા માંગતા હોય તો ફુડ ઇન્ડસ્ટ્રીઝમાં નવીન એવું મોચી આઇસ્ક્રીમ ટ્રાય કરો. આ આઇસ્ક્રીમની જાપાનીઝ રીચ-ક્રિમી ખાસીયત છે જેનુ વેલ્વેટી ટેક્સચર મોંમા ગયા બાદ જ ઓગળે છે. તેની ખાસીયત એ છે કે આ એક જામેલો આઇસ્ક્રીમ છે જેમાં બહારની સાઇટ યુનિક કોટીંગ કરવામાં આવ્યું છે.
મોચી આઇસ્ક્રીમમાં સ્વીટ તેમજ ફ્રુટી ફ્લેવર્સ પણ છે તો આ સિવાય તમને હાર્ડ આઇસ્ક્રીમમાં ચોકલેટ, મેચા ગ્રીન ટી, સ્ટ્રોબેરી અને બીજા ઘણાં બધાં ફ્લેવર્સ મોચી આઇસ્ક્રીમમાં ઉપલબ્ધ છે. તેનું સોફ્ટ ટેક્સ્ચર સ્વીટ, અની ક્રિમી હોય છે. આ આઇસ્ક્રીમ ખાવા માટે તમારે કોઇ ક્ધટેઇનરની જરુર પડશે નહીં. તેને તમે સ્વીટની જેમ હાથમાં લઇ ખાઇ શકો છો. મોચી આઇસ્ક્રીમ વિશે સૌથી વધુ આકર્ષક તેના કલર્સ છે તેનુ બહરી લેયર હમેંશા અલગ રંગનું રહે છે માટે તે ખૂબ જ યમી દેખાય છે. જાપાનીઝ શેફે આ આઇસ્ક્રીમને સ્વાદિષ્ટ બનાવવા ખૂબ જ મહેનત કરી છે. આ સ્પોન્જી મોચી આઇસ્ક્રીમ કેક અને બ્રાઉની જેવુ નથી પરંતુ પણ તેનાથી એકદમ અલગ છે.