- પંથક એકજ દિવસમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
- ખેડૂતોને કરોડોનું નુકશાન
સુલતાનપુર પંથક એકજ દિવસમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 1 હજાર એકરની મગફળીનો પાક સંપૂર્ણ નાશ થયો છે. તેમજ ખેતરોમાંથી મગફળીના પાથરા તણાઈ ગયા છે. તેથી ખેડૂતોને કરોડોનું નુકશાન થયું છે. સુલતાનપુરના અનેક ખેડૂતોને હાલાકી પડી છે.
જે અંગે મળતી માહિતી અનુસાર, સુલતાનપુર પંથક આજે વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો ખેડૂતો ની માઠી માત્ર સુલતનપુર ગામ માં 1 હજાર એકર ની મગફળી નો પાક સંપૂર્ણ નાશ થતાં ખેડૂતોને કરોડોનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા એક અઠવાડિયા થી સતત વરસાદ જેમાં આજે એકધારો સાબેલા ધાર 5 ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં થી મગફળીના પાથરા તણાઈ ગયા હતા.
ત્યારે જે મગફળી ખેડૂતો ઉપાડી નથી શક્યા એ જમીનમાં ઊગી ગઈ ને સડી ગઈ ખેડૂતો પર માઠી બેથી હોઈ તેમ હાલ ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા હતા. આ સાથે જ છેલ્લા એક સપ્તાહ થી સુલતનપુર પંથક માં સતત વરસાદ પડવા થી ખેડૂતો ને લોહી ના આંસુ એ રોવા નો વારો આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહ થી સુલતનપુર પંથક માં વરસાદ પડવા થી આ વિસ્તાર ના ખેડૂતો નો ખાસ કરી મગફળી નું વાવેતર વધુ કરેલ હોઈ જેમાં સહકારી મંડળી ત્થા બેન્ક ધીરાણ લેતા ખેડૂતો ના પાક ની એક અંદાજ કરીયે તો 1 હજાર એકર માં સુલતાનપુર ના ખેડૂતો એ મગફળી નું વાવેતર કરેલ હતું જે પાક નવરાત્રી માં પાક ઉપર આવી ગયેલ જે ખેડૂતો એ દશેરા પર પાક ઉપાડ્યો હોઈ તે પાક 11 તારીખ થી રોજ વરસાદ પડતાં મગફળી ઉપાડી સકેલ નહિ જેમાં 25% પાક જમીન માંજ સડી ગયેલ ને ઊગી ગયેલ ને છેલ્લા ચાર દિવસ પહેલા થોડીક વરસાદે વિરામ લેતા તમામ ખેડુતો મગફળી ઉપાડી લીધેલ પરંતુ ચાર દિવસ થી સતત વરસાદ ના લીધે ખેતરોમાં રહેલ મગફળીના પાથરા પલળી સડી ગયા જ્યારે આજે જાણે વાદળ ફાટ્યું હોઈ તેમ 5 ઈંચ જેવો વરસાદ એક સામટો પડતા ખેતરોમાં રહી સહી બચેલા મગફળીના તમામ પાક વધુ વરસાદ પડતાં તણાઈ ગયા હતા,
ત્યારે અનેક ખેડૂતોની નજર સામે પાથરા તણાવા લાગતા જગતનો તાત કસું કરી શક્યો ન હતો. આ સાથે એક અંદાજ મુજબ માત્ર સુલતાનપુરના જ ખેડૂતોનો 1 હજાર એકર મગફળીનો પાક સંપૂર્ણ નાશ થઈ જતા સુલતાનપુર પંથકના ખેડૂત ને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને આ વર્ષની દિવાળી પહેલાજ દિવાળી બગડી ગઈ આજે સુલતનપુર ના અનેક ખેડૂતો ભાઈ બહેનો પરિવાર ખેતર નો મગફળીનો પાક તણાવા લાગતા રડતા નજરે પડ્યા હતા. આ સાથે આ વિસ્તારમાં સરકાર દ્વારા તાત્કાલિક સરકારી સહાય સર્વે કરી પાકને અનુરૂપ સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.
જયેશ દવે