સુપ્રીમના ૪ જજ ચેલામેશ્ર્વર, રંજન ગોગોઈ, એમ.બી.લોકુર અને કુરીયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સમક્ષ સીજેઆઈની ફરિયાદ કરી
આ ચારેય જજોની અશિસ્ત છે કે વ્યથા ?
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા વિરુઘ્ધ મીડિયા સમક્ષ આવેલા ચારેય જજો મુદ્દે કેન્દ્ર સરકારે કહ્યું છે કે- આ મુશ્કેલીનો ઉકેલ ન્યાયતંત્ર જ લાવી દેશે. આ ચારેય જજ સિનિયર છે. જેમાં અમે કોઈ જ પ્રકારની દખલગીરી નહીં કરીએ.
ન ભૂતો ન ભવિષ્યતિ જેવી ઘટનાથી સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે છે કે- શું જજો ઉપરનું ભારણ ‘અંધાધૂંધી’ ફેલાવશે ? ગઈકાલે શુક્રવારે ભારતીય ન્યાયપાલિકાના ઈતિહાસમાં સુપ્રીમ કોર્ટના ૪ જજોએ પત્રકાર પરિષદ બોલાવીને જયુડીશ્યરીની ‘ચીરહરણ’ કર્યું છે. સુપ્રીમના ચાર જજ જે.ચેલામેશ્વર, રંજન ગોગોઈ, એમ.બી.લોકુર અને કુરીયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સમક્ષ સીજેઆઈની ‘ફરિયાદ’ કરી આ ચારેય જજોની અશિસ્ત છે કે વ્યથા ?
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ સહિત દેશભરની હાઈકોર્ટો અને નીચલી અદાલતોમાં કેસોનો ભરાવો થઈ ગયો છે. ભારતીય ન્યાય તંત્રનો સિઘ્ધાંત છે કે – ‘ભલે ૧૦૦ ગુનેગારો છુટી જાય પરંતુ નિર્દોષને ભુલથી પણ સજા ન થવી જોઈએ’ – આ સિઘ્ધાંતને અક્ષરશ: અનુસરવા કોઈપણ નાના કે મોટા કેસની સુનાવણી અને તેના ચુકાદાની પ્રક્રિયામાં જ‚ર પુરતો સમય લેવામાં આવે છે. આ સિવાય અહીં નોંધવું ઘટે કે પેન્ડીંગ કેસોની સંખ્યા સામે જજોની સંખ્યા ઘણી ઓછી છે એટલે જ કોર્ટ કેસમાં ‘તારીખ પે તારીખ, તારીખ પે તારીખ’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગત વર્ષે રીલીઝ થયેલી બોલીવુડ ફિલ્મ જોલી (અક્ષયકુમાર, હુમા કુરેશી)માં પણ દર્શાવવામાં આવ્યું છે કે પેન્ડિંગ કેસોની સંખ્યા સામે જજો ઓછા છે. આમ છતાં ભારતીય ન્યાયતંત્ર પર લોકોને વિશ્ર્વાસ છે. બે પક્ષકારો વચ્ચે વિવાદ થાય ત્યારે તે એમ કહે છે કે આઈ વિલ સી યૂ ઈન ધ કોર્ટ. મતલબ કે હું તને કોર્ટમાં જોઈ લઈશ.ટુંકમાં ગઈકાલે ભારતીય ન્યાયતંત્રમાં જે બન્યું તે એક ઐતિહાસિક ઘટના હતી. ચારેય જજોનો સીજેઆઈ સામેનો ‘ખટરાગ’ સપાટી પર આવ્યો. જો કે, કેન્દ્ર સરકારે આમાં દખલગીરી કરવાથી ઈન્કાર કર્યો છે.