- આઇ.એમ.એ.ના ‘જીમાકોન24’ સાયન્ટીફીક સેશનનો દબદબાભેર પ્રારંભ
- સૌરાષ્ટ્રના પાટનગરમાં વિશ્ર્વ પ્રસિધ્ધ તબીબોની ઉપસ્થિતિમાં
- રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં પદ્મશ્રી તબીબો સહિતના નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં બે દિવસ સુધી આધુનિક તબીબી જગત અને શોધો અંગે થશે મનોમંથન
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક નામાંકીત નિષ્ણાંત તબીબોની પ્રેરક ઉપસ્થિતિમાં આઇ.એમ.એ.ના યજમાન પદે કાલાવડ રોડ પર આવેલ હોટેલ સિઝન્સ ખાતે રાજ્ય કક્ષાની કોન્ફરન્સ ‘જીમાકોન-24’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં પદ્મશ્રીથી નવાજાયેલા ચાર તબીબો સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠા ધરાવતા તબીબો વિશાળ સંખ્યામાં રાજકોટના મહેમાન બન્યા છે. આઇ.એમ.એ. હેડ ક્વાર્ટર દિલ્હીના ચૂંટાયેલા પ્રમુખ ડો.અનિલ નાયકે જીમાકોન-24ને સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ ગણાવ્યું હતું. આઇ.એમ.એ.ની 76મી કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં તબીબોની હાજરી વિશ્ર્વમાં નોંધ લેવાય છે.
દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાં યોજાયેલાં સમારોહમાં કોન્ફરન્સના સાયન્ટીફીક સેશનનો પ્રારંભ થયો છે. રાજકોટની આ કોન્ફરન્સ તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ બની છે. વિવિધ વિષયોના નિષ્ણાત ફેકલ્ટી, એકેડમીક કાર્યક્રમો, પ્રદર્શન, પેપરપ્રેઝન્ટેશન દરેક ક્ષેત્રે ઉમદા આયોજન થયુ છે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ અને જીમાકોનની ટીમ અભીનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય કક્ષાએ આની નોંધ લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, નિષ્ણાત તબીબોના મતે જીવન શૈલીમાં થોડા ફેરફાર થકી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ અને તંદુરસ્ત સમાજની રચના માટેના અમારા ધ્યેયની પરીપૂર્તિ માટે આ કોન્ફરન્સ મહત્વની સાબીત થશે. દેશભરમાંથી આવેલાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો કોન્ફરન્સમાં વિવિધ રોગ અને તેની અદ્યતન સારવાર અંગે વિસ્તૃત છણાવટ કરશે. જેનો લાભ સૌરાષ્ટ્રના તબીબો તથા સૌરાષ્ટ્રના લોકોને થશે.
ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો.ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સમાજમાં ખાનપાનની કુટેવો, વ્યસનો અને પરિશ્રમ વગરના જીવનના કારણે જીવનશૈલી સંબંધીત અનેક સમસ્યાઓ જોવા મળે છે. બાળકો અને યુવાનોમાં આજકાલ સોડાયુક્ત ઠંડા પીણા, જંકફુડ વગેરેનો વપરાશ બહુ વધ્યો છે. જેમાંથી શરીરને કોઈપણ પ્રકારનું પોષણ મળતુ નથી ઉલ્ટા આ પ્રકારના પીણા અને ફૂડમાં વધુ પ્રમાણ રહેલ સુગરના કારણે પાચનમાં તકલીફ ઉભી થાય છે. જે અંતે હોજરી, સ્વાદ પિંડુ, આંતરડાને નુકસાન કરે છે.
ડો.કાકડીયાએ તંદુરસ્ત જીવન માટે પૌષ્ટીક આહાર, નિયમીત કસરત અને પુરતી ઉંઘ જરૂરી હોવાનું જણાવી ખોરાકમાં પ્રોટીક યુક્ત ખોરાક, લીલા અને પાંદડાવાળા શાકભાજી, ફળ-ફળાદીનું પ્રમાણ વધારે રાખવા જણાવ્યુ છે.
જીમાકોન-2024ના ચેરમેન ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના સૌથી મોટા સંગઠન આઈ.એમ.એ.ની રાજ્યકક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની રાજકોટને તક મળી છે ત્યારે અમોએ આ વખતે વર્તમાન જીવન શૈલી સંબંધી વિવિધ રોગ અને તેની સારવાર પર ભાર મુક્યો છે.
રાજકોટ આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો.કાંત જોગાણી અને સેક્રેટરી ડો.અમીષ મહેતા દ્વારા જણાવ્યા અનુસાર રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી હોટલ સિઝન્સ ખાતે આજથી શરૂ થયેલી કોન્ફરન્સ જીમાકોન- 2024 બે દિવસ ચાલશે. શનિ-રવિ બે દિવસ દરમિયાન અનેક નિષ્ણાત ફેકલ્ટી પોતાના જ્ઞાન અને અનુભવના આધારે દર્દીની સારામાં સારી સારવાર કઈ રીતે થઈ શકે એ અંગે માર્ગદર્શન આપશે. એલોપેથી સારવારને વિશ્ર્વમાં એવિશન બેઈઝડ મેડિસન ગણવામાં આવે છે.
જીમાકોનના સેક્રેટરી ડો.ચેતન લાલસેતા, ડો.પારસ શાહ અને ડો.સંજય ભટ્ટએ જણાવાયુ છે કે, વર્તમાન જીવનશૈલીના કારણે હૃદ્ય રોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા, સાંધાના-કમરના દુ:ખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ફેક્શનથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રદુષણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે.
સાયન્ટીફીક સેશનના શુભારંભ પ્રસંગે જાણીતા બિલ્ડર દિલીપભાઈ લાડાણી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કોન્ફરન્સ સાથે મેડિકલને સંલગ્ન એક્ઝીબિશન, પોસ્ટર પ્રેઝન્ટેશન જોઈ અધિકારી અને આગેવાનોએ કોન્ફરન્સના યજમાન આઈ.એમ.એ.ની ટીમને બિરદાવી હતી.
ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડો.ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડો.અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડો. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડો. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. પારસ શાહ, રાજકોટ આઈ.એમ.એ. ના પ્રમુખ ડો. કાંત જોગાણી, ડો.અમીષ મહેતા, ડો.એમ.કે. કોરવાડીયા, ડો.હિરેન કોઠારી, ડો. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડો.જય ધીરવાણી, પ્રફુલ કમાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, ડો.પિયુષ ઉનડકટ, ડો. જયેશ ડોબરીયા, ડો. એસ. ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.
જીમાકોન-24 ના સફળ આયોજન માટે રીશેપ્શન કમીટીના ચેરમેન ડો. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, ડો. જય ધીરવાણી, ડો. મિહિર તન્ના, ડો. અમીત હપાણી, ડો. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેન ડો.સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેન ડો. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન ડો. વિજય નાગેચા, ડો.સ્વાતિબેન પોપટ, ડો. રશ્મી ઉપાધ્યાય, ડો.નિતીન ટોલીયા, ચેરમેન ડો. કમલેશ કાલરીયા, ડો.દેવેન્દ્ર રાખોલીયા, ડો.વી.બી.કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમીટીમાં તબીબોની ટીમ કાર્યરત છે.