ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અનોખા અંદાજમાં: સરકારીઅધિકારી-કર્મચારીઓએ શરદપુનમની રાતે નવરાત્રિમાં ટ્રેન્ડીંગ બનેલી ધૂન પર રાસની રમઝટ બોલાવી ગીર સોમનાથ જિલ્લા રેવન્યુ કર્મચારીઓના શરદપૂનમના વિશેષ રાસ ગરબાના આયોજનમાં જિલ્લાના વડા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના શીર્ષ અધિકારીઓએ મન મુકીને ગરબાની મોજ માણી. જેમાં હાલ ગરબામાં ધૂમ મચાવતા ટ્રેન્ડીંગ મ્યુઝિક પર જિલ્લા કલેક્ટર જાડેજા સહિતના અધિકારીએ રંગત જમાવી હતી.

નિયમિત સરકારી વહીવટી કામગીરીમાં વ્યસ્ત રહેતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ તહેવારોને માણી શકે અને હળવાશની પળો પણ માણી શકે તેવા ઉદ્દેશ્યના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં રેવન્યુ સ્ટાફના અધિકારીઓ માટે ભવ્ય રાસોત્સવનો કાર્યક્રમ શરદ પૂનમની રાત્રીના આયોજિત કરવામાં આવ્યો હતો. જેનું આયોજન સાસણ ગીર નજીકના ખાનગી રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક કલેક્ટર રાજેશ આલ, ડે. કલેક્ટર ભૂમિકા વાટલીયા, વિનોદ જોશી, ચિરાગ હિરવાનીયા સહિત જિલ્લાભરના તમામ મામલતદાર, ક્લાર્ક સહિત અંદાજે 60 થી વધુ અધિકારી અને કર્મચારીઓ આ ભવ્ય રાસોત્સવમાં સહભાગી બન્યા હતા અને તમામે મન મુકીને રાસની રમઝટ બોલાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ABTAK DIGITAL (@abtakdigital)

ત્યારે હાલ નવરાત્રિમાં ખુબ જ ટ્રેન્ડીંગ મ્યુઝિક પર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અધિકારીઓ અનોખા અંદાજમાં રમઝટ બોલાવતા મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. આ સાથે રેવન્યુ વિભાગના આ રાસોત્સવનો ટ્રેન્ડીંગ ગયકાલથી સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. કડક અને છાશવારે ગુસ્સે ભરાઈ જતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો આ અનોખો અંદાજ પણ લોકપ્રિય બન્યો હોય તેમ લોકો આ વીડિયોને ખુબ વાઈરલ કરી રહ્યા છે.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.