દિવાળીનો તહેવાર નજીક આવતા જ ઘરની સફાઈનું કામ ઝડપથી શરૂ થઈ જાય છે. ત્યારે આવા સમયે લોકોને ઘરના દરવાજા અને બારીઓ પર જામેલી ગંદકીની સફાઈ માટે ઘણો ખર્ચ કરવો પડે છે. પરંતુ  હવે કોઈ ખર્ચ વગર કેટલાક ઘરગથ્થુ સરળ ઉપાયો અપનાવીને લોકો પોતાના ઘરના દરવાજા અને બારીઓ પર જામેલી ગંદકીને સાફ કરી શકે છે.

SAFF

દીપાવલીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આવા સમયે લોકો પોતાના ઘરોની સાથે સફાઈ શરૂ કરી દે છે. આ દરમિયાન ઘરના દરવાજા અને બારીઓના કાચની સફાઈ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. કારણ કે, બારીઓના કાચ અને દરવાજા પર ધૂળ અને માટીના ડાઘા પડી જાય છે. તેમજ રોજની સફાઈ થવા છતાં બારીના ખૂણાઓ પર જામેલી માટી અને ધૂળ સાફ થતી નથી, જેના કારણે તે કાળા થઈ જાય છે. તે દરમિયાન તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે અમે તમને કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે તમારા ઘરના દરવાજા અને બારીઓના કાચ કોઈ ખર્ચ વગર સરળતાથી સાફ કરી શકશો.

લીંબુ અને મીઠાનું પાણી  :

LIMBU

ઘરની બારીના ખૂણા અને દરવાજાના ખૂણાઓ પર જામેલી ધૂળને સરળતાથી સાફ કરવા માટે તમે લીંબુ અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક ડબ્બામાં લગભગ અડધો લીટર પાણી લો, તેમાં લીંબુનો રસ નીચોવી દો, ત્યારપછી તેમાં મીઠું નાખીને ઘોળ બનાવી લો. ત્યારબાદ તેને એક બોટલમાં ભરીને ખૂણાઓ પર સ્પ્રે કરી દો જેથી બારી અને દરવાજા પર જામેલી ધૂળ, માટી સરળતાથી સાફ થઈ જશે.

બેકિંગ સોડા :

baking soda

 

ઘરના દરવાજા બારીઓના કાચને સાફ કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યારે આ માટે એક વાટકીમાં પાણી લો, ત્યારબાદ તેમાં બેકિંગ સોડા મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. તેમજ તૈયાર પેસ્ટને ગંદી બારી અને દરવાજા પર લગાવી દો. લગભગ 5 મિનિટ પછી સૂકા કપડાથી તેને સાફ કરી દો. જેથી દરવાજા અને બારીઓના કાચ પર જામેલી ગંદકી સરળતાથી સાફ થઈ જશે.

એપલ વિનેગર :

એપલ વિનેગર

એપલ વિનેગરનો ઉપયોગ કરીને પણ દરવાજા અને બારીઓ પર જામેલી ગંદકીને સાફ કરી શકાય છે. ત્યારે આ માટે તમે 2 કપ પાણીમાં એપલ સાઇડર વિનેગર અને બેકિંગ સોડા મિક્સ કરીને ગંદી જગ્યા પર સ્પ્રે કરી દો. ત્યારપછી સુતરાઉ કપડાથી તે જગ્યાને સાફ કરો. જેથી ત્યાં જામેલી ગંદકી સરળતાથી સાફ થઈ જશે.

સરકા :

Vinegar 1

 

સરકાનો ઉપયોગ પણ દરવાજા અને બારીઓના કાચને સાફ કરવા માટે કરી શકાય છે. ત્યારે આ માટે તમે 1 લીટર પાણીમાં એક કપ સરકો મિક્સ કરીને ગંદી જગ્યા પર સ્પ્રે કરી દો. ત્યારબાદ સુતરાઉ કપડાથી તે જગ્યાને સ્ક્રબ કરીને સરળતાથી સાફ કરી શકો છો. આવું કરવાથી તમારી બારી અને દરવાજાના કાચ પર જામેલી ગંદકી સરળતાથી સાફ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.