સુરત: ભારત સરકારના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ-નવી દિલ્હીના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષસ્થાને શહેર-જિલ્લાના વિવિધ સફાઈ કામદાર કામદારો,યુનિયનોના પ્રમુખો, પ્રતિનિધિઓ અને પ્રાદેશિક નગર પાલિકાના અધિકારીઓ સાથે આઉટસોર્સ અને કાયમી સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક મળી હતી. વેસુ સ્થિત સુડાભવનના સભાખંડમાં મળેલી બેઠકમાં ચેરમેને જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા આઉટસોર્સના સફાઈ કામદારોને પ્રત્યક્ષ મળીને નિયમિત પગાર, સેલરી સ્લીપ, પી.એફ.ની વિગતો, આઈ.ડી. કાર્ડ, બુટ, ગણવેશ, નિયમિત હેલ્થ ચેકઅપ થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી.

02 36

આ પ્રસંગે ચેરમેને જણાવ્યું હતું કે, સ્વચ્છતા કર્મયોગીઓનું સન્માન કરવું એ સૌની નૈતિક જવાબદારી છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કર્મચારીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કાર્યરત છે. કમર્ચારીઓને મળતા અબાધિત અધિકારો-હક્કો તેમને પ્રાપ્ત થાય તે માટે આયોગ સક્રિયતાથી કાર્ય કરે છે. તેમણે આઉટસોર્સના સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી તેમાં પી.એફ, ઈ.એસ.આઈ.સી., લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લખવાની તાકીદ કરી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના નિયમિત હેલ્થ ચેકઅપ અને આઉટસોર્સના કર્મચારીઓના લાઈફ ઈન્સ્યોરન્સને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જણાવ્યું હતું.

03 27

ચેરમેને સફાઈ કર્મચારીઓને કોઈ પણ સમસ્યા કે અગવડ હોય તો તેઓએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના લેન્ડલાઈન નં.011-24648924 પર ફરિયાદ અથવા આયોગની એન.સી.એસ.કે. વેબસાઈટ પર પણ ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું. બેઠકમાં સફાઈ કર્મચારીઓના યુનિયનોના પ્રમુખો, પ્રતિનિધિઓ દ્વારા સફાઈ કર્મચારીઓનું આરોગ્ય જોખમાય ત્યારે વારસદારોને રહેમરાહે નોકરી આપવા, નિયમિત ભરતી કરવા થાય, જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી બનાવવા, પાર્ટ ટાઈમ સફાઈ કામગીરી બંધ કરવા, આવાસીય સગવડ જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. બેઠકમાં પ્રાદેશિક કમિશનર(નગરપાલિકાઓ,સુરત) યોગેશ ચૌધરી, સુરત આર.ટી.ઓ. એચ.એમ. પટેલ, ચીફ ઓફિસર (સુરત ક્ષેત્ર નગરપાલિકાઓ)  કેતન વાનાણી, બારડોલી ચીફ ઓફિસર મિલન પલસાણા, માંડવીના ચીફ ઓફિસર પુર્વી પટેલ, તરસાડી/કડોદરાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી, સફાઈ કર્મચારીઓ, વિવિધ સફાઈ કર્મચારી યુનિયનો પ્રમુખો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.