દિવાળીના તહેવારને લઈ સુરત શહેર પોલીસ કમિશનરની વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે ટેક્સટાઈલના વેપારી, ડાયમંડ વેપારી, આંગણિયા પેઢીના સંચાલકો તેમજ જવેલર્સ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરનું નિવેદન કરવામાં આવ્યું હતું કે દિવાળીના તહેવારમાં બહોળી સંખ્યામાં લોકો કપડા અને ઘરેણાની ખરીદી કરતા હોય છે.

દિવાળીના પહેલા જ માર્કેટમાં રોકડની લેવડ દેવડ વધારે થતી હોય છે. તેમજ આ સમયમાં લોકો પાસેથી પૈસા ભરેલા બેગની ચિલ ઝડપ કે પછી લૂંટ થતી હોવાની ઘટના સામે આવે છે. તેમજ તમામ બેન્ક, ડાયમંડ માર્કેટ, જવેલર્સોને ત્યાં હથિયારી પોલીસ નજર રાખશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યા કે જે માર્કેટો છે ત્યાં CCTV કેમેરા મૂકવામાં આવશે.

આ દરમિયાન રોડ પર પોલીસ ક્યારેય લોકો પાસે રહેલા ઠેલાં ચેક કરતી નથી એટલે કોઈ નકલી પોલીસ બનીને કે સરકારી અધિકારી બનીને લોકો સાથે લૂંટ કરતાં હોય છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિને તકલીફ પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. તહેવારની રજાઓમા લોકો વતન જાય તો તેઓ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાય જેથી કરીને પોલીસ પણ આ જગ્યા પર પેટ્રોલિંગ કરે જેથી કરીને ઘરફોડ ચોરીની ઘટનાઓ બને નહીં. આ દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.