ગીર સોમનાથ: ગાંધીનગરના રાજ ભવન ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળેલી. જેમાં મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે તેમજ ગુજરાત રેડ ક્રોસના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં રેડ ક્રોસ – ગીર સોમનાથ જિલ્લા શાખાને ગુજરાતની 33 જિલ્લા શાખાઓમાથી રેડ ક્રોસ – ગીર સોમનાથ(વેરાવળ)ને શ્રેષ્ઠ જિલ્લા શાખા તરીકેનો એવોર્ડ (રનર્સ અપ) એનાયત કરવામાં આવેલ હતો. આ પ્રસંગે રેડ ક્રોસ – ગીર સોમનાથના ચેરમેન કિરીટ ઉનડકટ, મે. કમિટીના સભ્ય ગીરીશ ઠક્કર તેમજ આર્કિટેક્ટ એન્જિનિયર રાજુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન કિરીટ ઉનડકટે આ એવોર્ડના સાચા હકદાર રેડ ક્રોસ – ગીર સોમનાથના કાર્યરત સભ્યો તથા સ્ટાફ સભ્યોને ગણાવ્યા હતા.
વર્ષ 2023-24 દરમ્યાન વેરાવળ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનનું લોકાર્પણ અને તેના દ્વારા કોમ્પોનન્ટ બ્લડ સેવા, રાહતદરે ફિઝીયોથેરાપી, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ તેમજ સર્જિકલ સાધનોની સેવાઓની રાજયકક્ષાએ નોંધ લેવાઇ હતી અને તેના સંદર્ભે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અતુલ કોટેચા