Gujarat : દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. તેમજ રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે.

89 1

શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. તેમજ રાજ્ય વેકેશન બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ મુદે પરિપત્ર આપીને જાણ કરી દેવાય છે. ત્યારે તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને વિભાગ દ્વારા જાણ કરાય છે.

899 1

મળતી માહિતી મુજબ ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી લેવાશે. આ દરમિયાન  ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.