ઇઝીપે વેપારીઓને વિવિધ ડિજિટલ માધ્યમો મારફતે મોબાઇલ ફોન પર પેમેન્ટ સ્વીકારવા સક્ષમ બનાવે છે
- આ એપ્લિકેશન ગ્રાહકોને યુપીઆઇ, કોઈ પણ ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, આઇસીઆઇસીઆઈ બેંકના ડિજિટલ વોલેટ‘પોકેટ્સ’મારફતે વિક્રેતાઓને પેમેન્ટ ચુકવવા સક્ષમ બનાવે છે. તેમાં ‘આધાર પે’ અને ‘ભારત ક્યુઆર કોડ’ મારફતે પેમેન્ટની સુવિધા પણ સામેલ કરવામાં આવી છે
- અત્યારે ગુજરાતમાં 23,600થી વધારે મર્ચન્ટ્સ ઇઝીપેમાં રજિસ્ટર્ડ છે
- ઇઝીપે મારફતે બેંકનો ઉદ્દેશ તેના પીઓએસ ઇન્સ્ટોલેશન્સનાં આંકને વટાવવાનો છે, જે અત્યારે 4 લાખ છે
ભારતમાં કોન્સોલિડેટેડ એસેટ્સની દ્રષ્ટિએ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક આઇસીઆઇસીઆઈ બેંકે મોબાઇલ એપ્લિકેશન‘ઇઝીપે’જે વેપારીઓ, રિટેલર્સ અને પ્રોફેશનલ્સને વિવિધ ડિજિટલ માધ્યમો મારફતે તેમના ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન્સ પર તાત્કાલિક કેશલેસ પેમેન્ટ સ્વીકારવા સક્ષમ બનાવે છેતેનાપર 1,59,000 વેપારીઓરજિસ્ટર્ડથયાછે. આ પ્રકારની પ્રથમ એપ્લિકેશન‘ઇઝીપે’ગ્રાહકોને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ), કોઈ પણ ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકિંગ તથા આઇસીઆઇસીઆઈ બેંકના ડિજિટલ વોલેટ‘પોકેટ્સ’, આધાર પે તેમજ ભારત ક્યુઆર કોડ મારફતે તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ચુકવણીની વધુ અનુકૂળતા પૂરી પાડે છે.
આઇસીઆઇસીઆઈ બેંકના હાલના કોઈ પણ ખાતાધારક તાત્કાલિક‘ઇઝીપે’એપ ડાઉનલોડ કરી શકે છે અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. આઇસીઆઇસીઆઈ બેંક સિવાયના ગ્રાહકો પણ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલીને એપનો ઉપયોગ કરી શકે છે. આ એપ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ્સ ધરાવતા સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ એપ આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં સ્માર્ટફોન માટે ઉપલબ્ધ છે.
આઇસીઆઇસીઆઈ બેંકના એમડી અને સીઇઓ શ્રીમતી ચંદા કોચરે કહ્યું હતું કે,“ આઇસીઆઇસીઆઈ બેંકમાં અમે ડિજિટલ અર્થતંત્ર તરફ ઝડપથી આગળ વધવા વિવિધ પગલાં હાથ ધર્યા છે. ‘ઇઝીપે’ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન સાકાર કરવાની દિશામાં અન્ય એક પહેલ છે. મારું માનવું છે કે ઇઝીપે મોબાઇલ એપ્લિકેશન અભૂતપૂર્વ વિભાવના છે, કારણ કે તે દેશના લાખો વેપારીઓ, રિટેલર્સ અને વ્યાવસાયિકોને એક મોબાઇલ એપ્લિકેશન પર વિવિધ પદ્ધતિઓમાંથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની સુવિધા આપે છે. મારું માનવું છે કે આ એપ્લિકેશન વિસ્તૃત વપરાશ ધરાવશે, કારણ કે તે વેપારીઓને કલેક્શન પર દૈનિક કે માસિક મર્યાદાના કોઈ પણ પ્રકારના અવરોધ વિના ડિજિટલ રીતે કોઈ પણ રકમ મેળવવાની છૂટ આપે છે. ઉપરાંત તેનો ઉપયોગ‘સ્ટોરની અંદર’વિવિધ કાઉન્ટર્સ પર એકસાથે30 કર્મચારીઓ તેમના મોબાઇલ ફોન પર તેમજ હોમ ડિલિવરીઝ જેવી સુવિધાઓ માટે‘ઓન-ધ-ગો’માટે પેમેન્ટ સ્વીકારવાની થઈ શકશે. આ એપ મારફતે મેળવવામાં આવતું નાણું સીધે વેપારી અને વ્યાવસાયિકોના કરન્ટ એકાઉન્ટમાં જમા થશે. અમારા હાલના ગ્રાહકોને આ એપનો ઉપયોગ કરવા શાખાની મુલાકાત લેવાની કે કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી.”
મોબાઇલ પેમેન્ટ કલેક્શન સોલ્યુશન માટે નોંધણી કરવા બે સરળ સ્ટેપની સમજણઃ
- આઇસીઆઇસીઆઈ બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબર ધરાવતા સ્માર્ટફોન પર‘ઇઝીપે’એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન મોબાઇલ નંબર સાથે લિન્ક આઇસીઆઇસીઆઈ બેંકના કરન્ટ એકાઉન્ટની માહિતી ઓટોમેટિક મેળવશે. યુઝર ચુકવણી મેળવવા ડિફોલ્ટ કરન્ટ એકાઉન્ટ પસંદ કરી શકે છે. કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાની કે બેંકની શાખાની મુલાકાત લેવાની જરૂર નથી.
- ઇઝીપેમાં લોગિન કરવા એમપિન ક્રિએટ કરો. ઉપરાંત યુઝરે યુપીઆઇ મારફતે પેમેન્ટ સ્વીકારવા તેમનો યુપીઆઇ આઇડી પણ ક્રિએટ કરવું પડશે. યુપીઆઇ આઇડી નાણાં મેળવવા માટે ફાઇનાન્શિયલ એડ્રેસ તરીકે કામ કરશે, જે માટે તમારે તમારો16 આંકડાનો બેંક ખાતા નંબર જાહેર કરવાની અને11 ડિજિટનો આઇએફએસસી કોડ આપવાની જરૂર નથી.
આ એપ એક વખત ડાઉનલોડ થયા પછી વેપારીઓ ઓવર ધ કાઉન્ટર એપ પર પેમેન્ટ સ્વીકારવાની તાત્કાલિક શરૂઆત કરી શકે છે. તે ચીજવસ્તુઓ/સેવાઓ, ટેલીસેલ્સ અને ગ્રાહક અને વિક્રેતા એક જ સ્થળ પર શારીરિક રીતે હાજર હોતાં નથી તેવાં ઇ-કોમર્સ કંપનીઓના પેમેન્ટ-ઓન-ડિલિવરી વિકલ્પોની હોમ ડિલિવરી જેવી સ્થિતિમાં નાણાં એકત્ર કરવાનું પણ શક્ય બનાવે છે. વિક્રેતા રકમ એન્ટર કરી, યુપીઆઇ આધારિત ચુકવણી માટે ગ્રાહકના મોબાઇલ નંબર કે વીપીએ સાથે ગ્રાહક દ્વારા ચુકવણીની પસંદગીની પદ્ધતિ પસંદ કરીને એપમાં ઇનવોઇસ બનાવી શકે છે. પછી એસએમએસ મળતાં ગ્રાહક ક્રેડિટ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ કે પોકેટ્સ મારફતે ચુકવણી કરવા તેમની વિગત એન્ટર કરી શકે છે. યુપીઆઇનો ઉપયોગ કરીને ચુકવણી કરવા ગ્રાહક વિક્રેતાના ફોન પર દેખાતાં ક્યુઆર કોડ સ્કેન કરીને કે તેમના વીપીએ મારફતે ચુકવણી કરી શકે છે. ઇઝીપેને વધારે વિસ્તૃત બનાવવા બેંકે એપ્લિકેશનમાં ‘આધાર પે’ તરીકે ઓળખાતી નવી ફંક્શનાલિટી સંકલિત કરી છે. આ નવી ખાસિયત વેપારીઓને ગ્રાહકનાં આધાર નંબર અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મારફતે પેમેન્ટ કલેક્ટ કરવા સક્ષમ બનાવશે. ઉપરાંત તે પેમેન્ટની પદ્ધતિ તરીકે ‘ભારત ક્યુઆર કોડ’ને પણ સંકલિત કરે છે, જે ગ્રાહકોને તેમની ‘આઇમોબાઇલ’ અને ‘પોકેટ્સ’ એપ્લિકેશન માફતે ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા આપે છે.
ઇઝીપે શ્રેષ્ઠ સીક્યોરિટી ફિચર્સ ધરાવે છે. તેમાં દરેક મોબાઇલ નંબરનું એક વખત રજિસ્ટ્રેશન થાય છે અને દરેક વખતે લોગિન માટે એમપિન એન્ટર કરવો ફરજિયાત છે. ઇઝીપે લોંચ થયાના થોડા મહિનાઓમાં 1,59,000 ડાઉનલોડિંગ મળ્યું છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં 23,600થી વધારે મર્ચન્ટ ઇઝીપેમાં રજિસ્ટર્ડ છે. આગામી થોડા મહિનાઓમાં ઇઝીપે બેંકના પીઓએસ ઇન્સ્ટોલેશન્સથી વધી જશે એવી અપેક્ષા છે, જે અત્યારે 2.4 લાખ છે. ઇઝીપેનો ઉપયોગ મુખ્યત્વે વેપારીઓ કરે છે, જેમાં કિરાના શોપ, રેસ્ટોરાં, ટ્રાવેલ એન્ડ ટૂર ઓપરેટર, કેમિસ્ટ અને વ્યાવસાયિકો સામેલ છે.
‘ઇઝીપે’ની અન્ય વિશિષ્ટ ખાસિયતો છે:
- ઓવર ધ કાઉન્ટર પેમેન્ટ અને હોમ ડિલિવરી એમ બંને માટે:ઇઝીપે એવા રિટેલ સ્ટોર્સ માટે અનુકૂળ છે, જ્યાં ગ્રાહક કાઉન્ટર પર ચુકવણી કરે છે. તેનો ઉપયોગ હોમ ડિલિવરી, ટેલીસેલ્સ અને પેમેન્ટ-ઓન-ડિલિવરી દરમિયાન ગ્રાહક દ્વારા પેમેન્ટની ચુકવણી કરવામાં પણ થઈ શકે છે, જેમાં પેમેન્ટ-ઓન-ડિલિવરીમાં વિક્રેતા અને ગ્રાહક એક જ સ્થળે પ્રત્યક્ષ હાજર ન હોય તેવું બની શકે છે
- કલેક્શન તારીખના વિકલ્પો સેટ કરવાઃ યુપીઆઇ મારફતે પેમેન્ટ સ્વીકારવા માટે વિક્રેતા તાત્કાલિક પેમેન્ટ મેળવવાનો કે45 દિવસ સુધીની તારીખ સેટ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે
- સરળ સમાધાન:વેપારીઓ એપ્લિકેશન પર‘ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી’માં તેમજ એસએમએસ મારફતે પેમેન્ટની તાત્કાલિક પુષ્ટિ મેળવે છે. ગ્રાહક પણ તમામ બિલો માટે એસએમએસ મારફતે તાત્કાલિક પેમેન્ટની પુષ્ટિ મેળવે છે. વેપારીઓ યુપીઆઇ અને પોકેટ્સનો ઉપયોગ કરીને કરેલા પેમેન્ટ માટે તેમના કરન્ટ એકાઉન્ટમાં તાત્કાલિક રકમ જમા થયાની પુષ્ટિ મેળવે છે
- પેમેન્ટ મેળવવા એકથી વધારે કર્મચારીઓને સક્ષમ બનાવે છેઃ વિશિષ્ટ‘સબ મર્ચન્ટ ક્રિએશન’ખાસિયત મહત્તમ30 કર્મચારીઓને તેમના સ્માર્ટફોન પર વેપારી વતી પેમેન્ટ મેળવવાની સુવિધા આપે છે. તે વિવિધ બિલિંગ કાઉન્ટર ધરાવતા રિટેલ સ્ટોર્સ પર કે હોમ ડિલિવરી દરમિયાન ડિજિટલ પેમેન્ટ કલેક્શન માટેનો અનુકૂળ વિકલ્પ ઓફર કરે છે
- પેમેન્ટ સ્વીકારવા માટે દૈનિક/માસિક કોઈ મર્યાદા નથી
- ‘આધાર પે’ અને ‘ભારત ક્યુઆર કોડ’નું સંકલનઃ જ્યારે ‘આધાર પે’ વેપારીઓને ગ્રાહકનાં આધાર નંબર અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મારફતે પેમેન્ટ કલેક્ટ કરવા સક્ષમ બનાવે છે, ત્યારે ભારત ક્યુઆર કોડ ‘આઇમોબાઇલ’ અને ‘પોકેટ્સ’ એપ્લિકેશન માફતે ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા આપે છે.
‘ઇઝીપે’ મોબાઇલ પેમેન્ટ કલેક્શન સોલ્યુશન વિશે વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો http://ow.ly/Oqvh307sPHy આઇસીઆઇસીઆઈ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલવા અરજી કરવા તમે5676766પર એસએમએસ મોકલી શકો છો.
બેંક 4852શાખાઓ, 13,780એટીએમ, કોલ સેન્ટર, ઇન્ટરનેટ બેંકિંગ(www.icicibank.com), મોબાઇલ બેંકિંગ અને સોશિયલ મીડિયા બેંકિંગના મલ્ટિ-ચેનલ નેટવર્ક મારફતે મોટી સંખ્યામાં ગ્રાહકોને સેવા પ્રદાન કરે છે (30 જૂન, 2017 સુધી).
સમાચારો અને તાજી માહિતી મેળવવા મુલાકાત લો www.icicibank.com, અને અમને ટ્વિટર પર અનુસરો www.twitter.com/ICICIBank
આઇસીઆઇસીઆઈ બેંક વિશે:આઇસીઆઇસીઆઈ બેંક લિમિટેડ (NYSE:IBN) કોન્સોલિડેટેડ એસેટ્સની દ્રષ્ટિએ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે.30 સપ્ટેમ્બર, 2016સુધીમાં બેંકની કુલ સંગઠિત મૂડી156.8 અબજ ડોલર હતી. આઇસીઆઇસીઆઈ બેંકની પેટાકંપનીઓમાં ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી વીમા, એસેટ મેનેજમેન્ટ અને સીક્યોરિટી બ્રોકરેજ કંપનીઓ સામેલ છે તથા દેશની સૌથી મોટી પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ સામેલ છે. તે ભારત સહિત17 દેશોમાં કાર્યરત છે.