- બાળક રડતું હો. ત્યારે તેને ખુલી જગ્યામાં ફેરવો
- તેના સામેન કોઈ સાઉન્ડ વાગાડો
સામાન્ય રીતે આજકાલ માતા-પિતાની જવાબદારી બમણી બની છે, ઓફીસ કામની સાથે સાથે ઘરકામ તથા બાળકોને સંભાળવા ખૂબ મુસ્કેલ બન્યા છે, તેમજ તેની સાથે જ જો બાળક એક વર્ષ સુધીનો હોય તો કટાઈમનું તેનું સુવુ, ખાવું, પીવું, રડવું દરેક બાબત પેરેન્ટ્નેસ ઈફેક્ટ કરે છે.
ત્યારપછી જ્યારે બાળક 4 થી 6 વર્ષનું થાય ત્યારે તેને સંભાળવું મુશ્કેલ બને છે,તેની સાથે તાલમેળ બનાવવો અઘરો હોય છે, તેમજ કેટલાક બાળકો એવું રડે છે કે માતા પિતા પણ તેને શાંત કરાવવામાં નિષ્ફળ જતા નથી. તેમજ તેમની જીદ પુરી કરવાની બાળકો જીદ કરતા હોય છે,
જો કે દરેક માતા પિતાએ એ સમજવું જોઈએ કે બાળક શા માટે રડી રહ્યું છે, અને તેને ચૂપ રાખવા માટે અવનવા પ્રયત્નો સતત કરતા રહેવા જોઈએ, આ સાથે તેને મનાવવાના પ્રેમથી પ્રયાસો કરવા જોઈએ, તો આજે આપણે બાળકોને ચૂપ રાખવાની શક્યતાઓ વિશે જાણીશુ, એવા કેટલાક નુસ્ખાઓ જેનાથી બાળક ચૂપ થવાની શક્યાતો વધુ રહેલી છે.
બાળકોને ખુલ્લી જગ્યામાં ફેરવો
જ્યારે બાળકને વધુ પડતું ટીવી અથવા મોબાઈલ જોવામાં અવરોધ આવે છે, ત્યારે તે તેના માતાપિતા પર ગુસ્સે થઈ જાય છે. ત્યારે આવી સ્થિતિમાં બાળકને આરામથી અને પ્રેમથી સમજાવવાની જરૂર છે. તેમજ મોબાઈલ અને ટીવીને બદલે તમે તેને તમારી સાથે પાર્કમાં લઈ જાઓ અને પ્રકૃતિ વિશે સમજાવો.
સાંભળનાર બનો
તમારા બાળકને તેની ભૂલો માટે હંમેશા ઠપકો આપવાને બદલે, ક્યારેક તેની સમસ્યા સાંભળવાનો અને સમજવાનો પ્રયાસ કરો. તેમજ આમ કરવાથી તમારું બાળક અંદરથી હળવાશ અનુભવશે. તે જ સમયે, તેનો તમારા પરનો વિશ્વાસ વધુ વધશે.
બાળકોને પ્રાઈવેસી આપો
કેટલાક માતાપિતાને બાળકની ગોપનીયતા વિશે સાંભળવું અણઘડ લાગી શકે છે. પરંતુ ચોક્કસ જાણો કે આવું કરવું ક્યારેક ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો તમારું બાળક તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે છે અને તે ક્યાંક જઈને બેસવા માંગે છે, તો તેને બેસવા દો. તેમજ વારંવાર તેની પાસે જઈને તેને હેરાન કરશો નહીં. થોડા સમય પછી તમે તે જગ્યાએ જઈને બાળકને પ્રેમથી સમજાવી શકો છો અને સહાનુભૂતિ બતાવી શકો છો.
બાળકો પ્રત્યે સહાનુફભૂતિ દાખવો
તમારા બાળકો પ્રત્યે સહાનુભૂતિ બતાવો. તેમજ ઘણા માતા-પિતા તેમના બાળકને સતત કોસતા રહે છે. તેમજ તેમની ભૂલો સુધારતા રહો. આમ કરવાથી બાળકોની અંદર ગુસ્સો ભરાઈ જાય છે. જે પાછળથી બાળક જીદ્દી બની જાય છે. આ દરમિયાન માતા-પિતા માટે વધુ સારું રહેશે કે તેઓ તેમના બાળકની વાત સાંભળે અને આખી વાત સાંભળ્યા પછી જ તેમને કંઈક કહે.
તેમની પસંદ ના પસંદ સમજો
બાળકોને ખાસ કરીને અવનવું ખાવાનો શોખ હોય છે, તો તમારે તેની પસંદગીનું ખાવાનું બનાવવું જોઈએ, તેમજ અઠવાડિયામાં 2 થી 3 વખત તેમને જમવામાં નવું કંઈક બનાવી આપો, જેથી તેઓ ખુશ રહે અને તમારા પર આંખ બંધ કરીને વિશ્વાસ રાખીને તમારા સાથે દરેક બાબત શેર કરો.