ગુજરાતમાં દિવાળી પહેલા EDએ મોટાપાયે દરોડા પાડ્યા છે. ત્યારે અમદાવાદમાં GST કૌભાડમાં વધુ તપાસ માટે EDની ટીમે ગુજરાતની અલગ અલગ કંપનીઓ પર દરોડા પાડ્યા છે. તેમજ બોગસ સેલ કંપનીના કેસમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ગુજરાતની 23 કંપની પર EDની તવાઈ !

ગુજરાતની 23 જેટલી કંપનીઓ પર EDની ટીમ ત્રાટકી હતી. જેમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ, સુરત, કોડીનાર સહિતની જગ્યાઓ પર EDની ટીમે તપાસ હાથ ધરી છે. તેમજ 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ 8ની ધરપકડ

આ દરમિયાન અગાઉ પણ આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચે અનેક લોકોની ધરપકડ કરી છે. તેમજ અગાઉ ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાંગાના ત્યાં પણ EDએ તપાસ હાથ ધરી છે. ત્યારે 200થી વધુ કંપનીઓએ નકલી ITCના આધારે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.

GSTની ફરિયાદને આધારે અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમજ બનાવટી કંપનીઓમાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

FIR બાદ, ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતની ઈકોનોમિક ઓફેન્સ વિંગ બંનેએ અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર જેવા શહેરો સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમજ આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચે આઠ લોકોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અહેવાલો મુજબ, 200થી વધુ ગેરકાયદેસર રીતે સ્થાપિત કંપનીઓ બનાવટી દસ્તાવેજો અને કરચોરી માટે ઉપયોગમાં લેવાતી ઓળખ સાથે છેતરપિંડીપૂર્ણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સનો દાવો કરીને સરકારને છેતરવાના સંકલિત પ્રયાસમાં દેશભરમાં કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.