• રાજ્યના સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્ન કલાકારો સુરતમાં નોકરી-વ્યવસાય અર્થે સ્થાયી થયેલ લોકોની મુસાફરીને લઈને વિશેષ આયોજન
  • એડવાન્સ બુકિંગ માટે ૂૂૂ.લતિભિં.શક્ષ ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરી શકાશે

નિગમ દિવાળીના તહેવારને લઈને સજ્જ છે. મુસાફરોને સુવિધા માટે બસની 8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરશે. એસટી નિગમની ઓનલાઈન અને કરંટ બુકિંગ કરી શકશે. દિવાળીના તહેવારને લઈ લોકો પોતાના વતન જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. એડવાન્સ બુકિંગના કારણે ટ્રેન અને બસમાં ફુલ બુકિંગ થઈ જાય છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળે છે.તો બીજી તરફ ખાનગી બસના ભાડા વધી જતા હોય છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા દિવાળીની તહેવારને લઈ વધારાની બસો દોડાવશે.એસટી નિગમ દ્વારા રોજના 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે. તેમજ તહેવારો તેમજ ધાર્મિક મેળાઓમાં વધારાની એસટી બસ દોડાવી વિશેષ સુવિધા પૂરી પાડે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જિલ્લામાંથી મોટી સંખ્યામાં સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા છે. જેઓ દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા પણ સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.સુરત વિભાગ દ્વારા 26થી 30 ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર તરફ 2200 બસોનું સંચાલન કરશે.મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે ઉધન બસ સ્ટેશનથી વધારાની બસ નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહદા માટે મૂકાશે. અત્યારથી જ એકસ્ટ્રા બસોનું ગ્રૂપ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલી સુરત સિટી ડેપોથી કરી શકાશે. આ સિવાય એડવાન્સ બુકિંગ માટે ૂૂૂ.લતિભિં.શક્ષ ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરી શકાશે. આ સિવાય ટ્રાફિકને ધ્યાનમાં રાખી ધ્યાને લઈ તા. 31 ઑક્ટોબરથી 6 નવેમ્બર સુધી વડોદરા, અમદાવાદની વધારાની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટોપથી ઉપડશે.

રાજકોટ એસટી નિગમ 100થી વધુ બસો દોડાવશે: જે.બી.કલોત્રા

રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી. હવે આ વર્ષે તેમાં વધારો થયો છે. પરિણામે હવે એક્સ્ટ્રા 100 બસો દોડાવવામાં આવશે. 25 મી ઓકટોબરથી લગભગ એક મહિના સુધી આ બસોનો લાભ મુસાફરોને મળી રહેશે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડયુલ એટલે કે બસો દોડાવવામાં આવે છે. દિવાળી દરમિયાન આ શેડયુલમાં 100 બસોનો વધારો કરવામાં આવશે.

એડવાન્સ ગ્રુપ બુકીંગ સુવિધા

કોઈપણ સ્થળે જવા માટે 52 કે તેથી વધુ મુસાફરોને એક સાથે બસની જરૂરિયાત હોય તો તેમના ઉપડવાના સ્થળેથી પહોચવાના સ્થળ સુધી એડવાન્સ ગ્રુપ બુકિંગની સુવિધા જે તે ડેપો કક્ષાએ ઉપલબ્ધ છે. તેના માટે સ્થાનિક ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. એટલે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોને ખાનગી બસોમાં વધુ નાણાં ચૂકવી લૂંટવામાં ન આવે તે માટે વધુ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.