- બાબરા તાલુકાના લાલકાથી ગઢડા રોડ સુધીનો 3 કિલોમીટર રોડ 2 વર્ષમાં જ વગર વરસાદે ધોવાયો
- રોડ બન્યાને એક વર્ષમાં રોડ ઉખડી જવાની શરૂઆત થઈ હોવાનું લોકોએ જણાવ્યું
- લાખો રૂપિયાના ખર્ચે બનેલા એપ્રોચ રોડની હાલત અત્યંત દયનિય, લોકોની રજૂઆત છતાં તંત્ર રીપેર કરવા ખો આપી રહ્યા છે
Babra : લાલકા ગામ થી ગઢડા હાઇવે સુધીનો આશરે સાડા ત્રણ કિલોમીટર લાંબો અને બે વર્ષ પહેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના નીચે બનેલો રોડ હાલ ધોવાઇ ગયેલ હાલતમાં હોવાના આક્ષેપો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિકો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે માર્ગ અને મકાન વિભાગ પંચાયત ને પૂછવામાં આવતા તેઓએ રીપેર કરાવી આપીશું એવું કહ્યું છે પરંતુ રીપેરીંગ કામ ન થતાં હાલ આખા રોડ પર ખાડાઓ થઈ ચૂક્યા છે અને કકરીઓ ઉડી રહી છે. તેવા આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે રોડની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામથી ગઢડા હાઇવે સુધીનો આશરે સાડા 3 કિલોમીટર બે વર્ષ પહેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના નીચે 2 વર્ષ પહેલા બનેલો રોડ પોતાનું નામ ખોય ચૂક્યો છે, ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ લાલકાથી ગઢડા હાઇવે સુધીનો રોડ પુરે પૂરો ઉખડી ગયો છે. આ માર્ગ અને મકાન વિભાગ પંચાયતને પૂછવામાં આવતા તેઓએ રીપેર કરાવી આપીશું એવું કહ્યું છે પરંતુ રીપેરીંગ કરશે ક્યા ? કારણકે આખા રોડ ઉપર ખાડાઓ થઈ ચૂક્યા છે અને કકરીઓ ઉડી રહી છે. તેમજ લોકોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે એ વિસ્તારમાં વરસાદ પણ એવો નથી આવ્યો, જેના કારણે રોડ રસ્તાઓ ધોવાય જાય, તો પછી આ રોડના કામમાં નબળી ગુણવત્તા દાખવી છે કે પછી નબળી નીતિ ?
આવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. તેમજ એક બાજુ સરકાર લોકોને સવલત મળી રહે તેવા હેતુથી લાખો કરોડો રૂપિયા રોડ રસ્તાઓમાં ખર્ચી રહી છે. પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગતથી એજન્સીઓ નબળા કામો કરી લોકોના રૂપિયા વેડફી રહી છે, ત્યારે પોતાના ખિસ્સાઓ ભરવા લોકોને હલકી ભોગવવા મજબૂર કરી રહ્યા છે. ત્યારે આ રોડની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
પ્રદિપ ઠાકર, અપ્પુ જોશી