વૈશ્ર્વિક કક્ષાની ઘર સજાવટની પ્રોડકટ નિહાળવા લોકો ઉમટયા
હોમ ડેકોરના નેજા હેઠળ રાજકોટના રેસકોર્સ મેદાનમાં જીવનધોરણની ગુણવતા સુધરે અને વિશ્ર્વકક્ષાની કવોલીટીની ઘર સજાવટની પ્રોડકટની જાણકારી વપરાશકર્તાને મળી રહે તેવા હેતુથી કરવામાં આવેલ હોય ઇન્ટિરિયલ પ્રોડકટ અંગેનો મેળો યોજાઇગયો. આ મેળામાં વિશ્ર્વકક્ષાના ઉત્પાદનોની વિશાળ રેન્જ રાજકોટવાસીઓને જોવા જાણવા મળી.સાથે સાથ રાજકોટમાં તેમજ ગુજરાતમાં આ પ્રોડકટો કયાં કયાં અને કઇ કિંમતે ઉપલબ્ધ છે તે અંગે વિસ્તૃત જાણકારી રાજકોટીયન્સને મળી.
અમેઝ મારબલ એલ.પી. ના કૌશલ અગ્રવાલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ ડાયરેટ હોલસેલમાં છે અને જેઓ ચાઇના, બ્રાઝીલ બીજા ઘણા વિવિધ દેશોથી મારબલ ઇન્પોટ કરીએ છીએ અમારી મેઇન કંપની કશલબાગ માર્બલ્સ ૧૯૮૫ માં સ્થપાય હતી. જે ઇન્ડિયન મારબલનું કામ કરતી હતી જે આજે પણ કાર્યરત છે. ૩ વર્ષ પહેલા અમે અમારી નવી કંપની બનાવી અમેઝ માબરલ જે અમદાવાદમાં સ્થીત છે. અહીંયા અમે ૧૫૦ થી ૧૮૦ કલરની વેરાવટી લઇ આવ્યા છીએ. જેમાં સ્ટીરીયા એકસટીરીયા કિંચનમાં દિવાલમાં સારી રીતે ઉપયોગ કરી શકાય છે.
અમે બધુ જાતે જ ચકાસણી કરતા હોઇએ છીએ જેથી કરીને ગ્રાહકોને સારી કવોલીટીની સાથે સીઝનેબલ ભાવમાં મળી શકે.
ચિંતનભાઇ પટેલે જણાવ્યું હતું કે આ હોમ ડેકોરના મેળામાં અમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અને ઘણો સપોર્ટ પણ મળ્યો છે. અહિંયાના ઓર્ગનાઇઝર પ્રફુલભાઇ ચંદ્રેશિયા અને અમિતભાઇ કામાણીએ ઘણો સપોર્ટ કર્યો છે. અમારી કંપની બોમ્બે બેઇઝ કંપની છે. છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત એવી અમારી કંપની ર૩ દેશોમાંથી ૩૬ જાતની અલગ અલગ પ્રોડકટ સેલ કરીએ છીએ અને અમે સૌરાષ્ટ્રના ડીસ્ટ્રીબ્યુટર છીએ અમારી સ્થંભ એ ગોંડલ રોડ ઉપર છે. ગીતાસોમીલ નામે છે.
મારા મત પ્રમાણે અમારી કંપની છે એને બીજી કોઇ કંપની બીટ કરી શકે તેમ નથી. અમારી પ્રોડકટ છે એ બીજી બધી કંપનીની પ્રોડકટ કરતા અલગ પડે છે. કારણ કે સામાન્ય રીતે બીજી બધી કંપની ચાઇનાથી ઇનપોટ કરે છે. ચાઇના બેઇઝમાં એવું છે કે તેઓ એક થી બે કંટેન એકસ્પોર્ટ કરે છે. અને પછી તેઓ નવું નવું એકસપોર્ટ કરે છે. માટે બીજા કરતા અમારે સ્ટોક વધુ હોય છે. અને અમારી કંપની જાપાન, યુરોપ, યુ.એસ., યુ.કે. એવા દેશમાંથી ઇન્પોર્ટ કરે છે જે કંટીન્યુરી આપે છે.
અને ડિઝાઇન્સ આપે છે જે ચાઇનાની કંપનીઓ નથી આપતી અમારા ગ્રાહકો પાંચ વર્ષ પહેલા જે ડિઝાઇન લઇ ગયા હોય તે અત્યારે પણ અમારી પાસે હાજર હોય છે જેથી અમારી કંપનીને કોઇ બીટ નથી કરી શકતું.