મચ્છરને મનુષ્યો માટે સૌથી ખતરનાક જીવ માનવામાં આવે છે. તે ઘણા જીવલેણ રોગોનું કારણ છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે મચ્છરોને જોઈને આપણે ઓળખી શકતા નથી કે કયો મચ્છર રોગ લાવ્યા છે.
WHO અનુસાર, દર વર્ષે સમગ્ર વિશ્વમાં મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓને કારણે 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. તેમજ સમગ્ર વિશ્વમાં મચ્છર કરડવાથી 10 થી વધુ રોગો થાય છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાનો સમાવેશ થાય છે. તેમજ ડેન્ગ્યુના મચ્છર હંમેશા સવારે કરડે છે. ત્યારે આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે મેલેરિયા અને ચિકનગુનિયાના મચ્છરો ક્યારે કરડે છે?
ડેન્ગ્યુ
તાપમાન અને ભેજ વધુ હોય ત્યારે ડેન્ગ્યુના મચ્છર સવારે અને સાંજે કરડવા વધુ સક્રિય હોય છે. આ મચ્છરો દિવસના સમયે પણ કરડી શકે છે, પરંતુ તેમની પ્રવૃત્તિ સવારે અને સાંજે વધુ હોય છે. તેમજ ડેન્ગ્યુ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ તાવ, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ જેવા ગંભીર રોગો થઈ શકે છે.
મેલેરિયા
મેલેરિયાના મચ્છરો રાત્રે વધુ સક્રિય હોય છે. જ્યારે લોકો સૂતા હોય ત્યારે તેઓ હુમલો કરે છે. તેમજ મેલેરિયાના મચ્છર કરડવાથી મેલેરિયાનો તાવ આવી શકે છે, જે જીવલેણ પણ બની શકે છે. આ સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે મેલેરિયાના લગભગ 25 કરોડ કેસ નોંધાય છે.
મેલેરિયાના 5 પ્રકાર છે.
-પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ
-પ્લાઝમોડિયમ વિવેક્સ
-પ્લાઝમોડિયમ ઓવલ મેલેરિયા
-પ્લાઝમોડિયમ મેલેરિયા
-પ્લાઝમોડિયમ નોલેસી
ચિકનગુનિયા
દિવસ દરમિયાન ચિકનગુનિયા કરડવા માટે જવાબદાર એડીસ આલ્બોપિકટસ મચ્છર. ડેન્ગ્યુના મચ્છર પણ ચિકનગુનિયાનું કારણ બની શકે છે. તેમજ ડેન્ગ્યુની જેમ આ મચ્છરો પણ સવાર-સાંજ કરડી શકે છે. તેમજ ચિકનગુનિયા મચ્છર કરડવાથી ચિકનગુનિયા તાવ થઈ શકે છે, જે સાંધામાં દુખાવો અને તાવનું કારણ બને છે. ચિકનગુનિયા માટે હજુ સુધી કોઈ ચોક્કસ સારવાર નથી. તેમજ એન્ટિવાયરલ દવાઓથી તેમના લક્ષણોમાં ઘટાડો થાય છે.
ડેન્ગ્યુ અને મેલેરિયા સૌથી ખતરનાક છે
મચ્છર કરડવાથી થતા રોગોમાં સૌથી ખતરનાક રોગો ડેન્ગ્યુ અને મેલેરિયા છે. આ બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ ઋતુમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેમજ તેમના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.