• ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ સતર્ક અને સજાગતા
  • જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ,એસઓજી અને મરીન
  • પોલીસ મથક દ્વારા અંતે  મોકડ્રિલનું જાહેર કરાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો

ગીર સોમનાથ જિલ્લો દરિયાકાંઠે વસેલો હોય આથી માછીમારીનો વ્યવસાય મોટા પ્રમાણમાં થતો હોવાથી દરિયાઈ વિસ્તારમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ પૂર્વે  ડ્રગ્સ માફિયા તેમજ આંતકવાદીઓને જડબાતોબ જવાબ આપવા તેમજ બાર જ્યોતિલિંગ પૈકી સોમનાથ મહાદેવનું મંદિર આવેલું હોવાથી વીઆઈપી મહેમાનો અને મોટા પ્રમાણમાં દર્શનાથી આવતા હોવાથી  સુરક્ષાને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા મનોજસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ સાગર કવચ  દ્વારા તેમજ સર્કિટ હાઉસ ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે અને અંતે તંત્રએ તેમજ સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે.વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ના દરિયામાં શંકાસ્પદ હાલતમાં બોટો હોવાની ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા ને મળેલી બાતમીને આધારે એલસીબી અને એસોજીના સ્ટાફ ,સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી. તત્કાલ  મરીન ટાસ્ક ફોર્સદ્વારા બોટ મારફતે બોટ નો પીછો કરી નવા બંદર અને સોમનાથ સમુદ્રમાંથી હરિહર પ્રસાદ અને અવિનાશ નામની શંકાસ્પદ બે બોટોને ઝડપી લીધી હતી. સમગ્ર પોલીસ ટીમ  સાંપ્રત પ્રવાહમાં સજાગ-સતર્ક અને ઝડપની પ્રતીતિ કરાવતી સાગર સુરક્ષા કવચ   મોગડ્રીલ  સોમનાથ અને નવા બંદરના સમુદ્રમાં યોજાઈ છે.

જ્યારે ગીર સોમનાથના સર્કિટ હાઉસ ઉપર હુમલા નો ઇનપુત મળતા , જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એ બી જાડેજા અને એસઓજી સહિત સ્ટાફ ઘટના સ્થળે ઘસી જઈ ઓપરેશન પાર પાડેલું હતુંસમગ્ર પોલીસ ટીમ  સાંપ્રત પ્રવાહમાં સજાગ-સતર્ક અને ઝડપની પ્રતીતિ કરાવતી સાગર સુરક્ષા કવચ   મોગડ્રીલ  સોમનાથ અને નવા બંદરના સમુદ્રમાં યોજાઈ છે. ઉપરોક્ત તમામ ઘટનાઓ  મોકડ્રીલ હતી અને ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહતસુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા – બચાવની કામગીરી માટે આ આયોજીત મોકડ્રિલ હતી.પોલીસની  સતર્કતા કવાયત સાથે સજાકતાના ભાગરૂપે સુદ્ઢ  બનાવાઈ હતી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.