બહુ ઓછા લોકો રેફ્રિજરેટરને સાફ કરવાની સાચી રીત જાણતા હશે. જ્યારે રબર પર ગંદકી જામે છે, તો ફ્રિજ સરખી રીતે બંધ નથી થતું, તેને કારણે કુલિંગ પર અસર થવા લાગે છે. તેમજ આ દરમિયાન ફ્રિજ ખરાબ પણ થવા લાગે છે, આ સાથે જ તેની પકડ બગડી જવાનો ભય રહે છે.

દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો પોતાના ઘરની સાફસફાઈ કરતા હોય છે. ત્યારે રસોડામાં રહેલ દરરોજ ઉપયોગમાં લેવાતું ફ્રિજની સાફસફાઈ કરીએ છીએ. પરંતુ ફ્રિજના દરવાજા પર લાગેલા રબરને સાફ કરવાનું મોટેભાગે ભૂલી જતા હોઈએ છીએ. ત્યારે બસ આ જ કારણથી આ રબર પર ધીમે ધીમે ગંદકી જામી જતી હોય છે. અને ફ્રિજનું રબર ખરાબ થઈ જતું હોય છે. તેના કારણે ફ્રિજનો દરવાજો સરખી રીતે બંધ નથી થતો અને કુલિંગ પણ ધીમું થવા લાગે છે. આ સાથે જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઝડપથી અને સરળતાથી ફ્રિજના દરવાજા પરનું રબર સાફ કરી શકશો.

હવે ફ્રિજ સામાન્ય રીતે દરેકના ઘરમાં હોય છે. શહેર ઉપરાંત હવે તે ગામડાઓમાં પણ અનેક ઘરોમાં ફ્રિજ જોવા મળે છે. તેમજ તેનો ઉપયોગ કરતી વખતે ફ્રિજ ખૂબ જ ગંદુ થઈ જાય છે અને તેને સાફ કરવા માટે આપણે ઘણી રીતો અપનાવીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો હશે જેઓ તેના દરવાજા પરના રબર પર ધ્યાન આપશે. ફ્રિજના દરવાજાનું રબર ખૂબ જ ઝડપથી ગંદુ થઈ જાય છે.

ગાસ્કેટ એટલે કે રબર એ રેફ્રિજરેટરના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનું એક છે. તેમજ તમે કલ્પના કરી શકો તે કરતાં તે વધુ મહત્વનું છે. આ દરમિયાન તમારા રેફ્રિજરેટર અને ફ્રીઝરની બહારની સીમાની આજુબાજુ જોડાયેલ આ બેન્ડેબલ રબર સ્ટ્રીપ્સ ખાસ કરીને ઠંડી હવાને અંદર અને ગરમ હવાને બહાર રાખવા માટે હવાચુસ્ત સીલ બનાવવા માટે બનાવવામાં આવી છે.

કેટલીકવાર ગંદા રબરને કારણે પકડ બગડી જાય છે. તેટલા માટે તેને સાફ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. અને તેને યોગ્ય રીતે કેવી રીતે સાફ કરવું તે બહુ ઓછા લોકો જાણતા હશે.

વિનેગર અને પાણી :

VINEGAR

બ્લીચ અને એમોનિયા જેવા કઠોર સફાઈ એજન્ટોનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે ગાસ્કેટની સામગ્રી પર સખત થઈ શકે છે. તેથી બ્લીચને બદલે વિનેગર સોલ્યુશનનો ઉપયોગ કરો. આ સાથે ફ્રિજના ડોરના રબરને નુકસાન પહોંચાડ્યા વિના કોઈપણ ઘાટ અથવા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરશે.

બેકિંગ સોડા:

BREKING SODA

ફ્રિજના રબરને સરળતાથી સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેમજ તેના માટે એક કપ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક લિક્વિડ તૈયાર કરી લો. ત્યારપછી આ લિક્વિડથી ફ્રિજના રબરને સાફ કરો. તે માટે તમે કપડાનો કે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારપછી સાફ કર્યા બાદ રબરને સાફ પાણીથી ધોઈ લો અને પછી સુકાવા માટે રાખી દો.

ડીટર્જંટથી પણ દૂર કરી શકાય છે રબરની ગંદકી :

POWEDR

ફ્રિજના રબરની ગંદકી દૂર કરવા માટે ડીટર્જંટનો ઉપયોગ પણ કરી શકાય છે. તેમજ તે માટે એક કપ પાણીમાં એક ચમચી ડીટર્જંટ નાખીને મિશ્રણ તૈયાર કરો અને કપડાને ભીનું કરીને રબરની સફાઈ કરો. ત્યારબાદ ડીટર્જંટથી ફ્રિજ પર લાગેલા બીજા ડાઘ પણ સાફ કરી શકો છો. આ સાથે જો આ મિશ્રણમાં તમે લીંબુનો રસ મિક્સ કરીને સફાઈ કરશો તો ઝડપથી રબર પર રહેલી ગંદકી સાફ થઈ જશે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.