બાંધેલો લોટ ફ્રીજમાં સ્ટોર કરવાથી તેમા ફ્રીજનો હાનિકારક ગેસ પ્રવેશે છે. ત્યારે આવામાં આ લોટની રોટલી ખાવાથી તમે બીમાર પડી શકો છો. તેમજ લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયા શરૂ થાય છે.

મોટાભાગે એવું બનતું હોય છે કે ખાવાનું બનાવતી વખતે રોટલી કે ભાખરી માટે બાંધેલો લોટ બચી જતો હોય છે. જેને ગૃહિણીઓ સાચવીને રાખવા માટે ફ્રીજમાં મૂકી દે છે. ત્યારપછી જ્યારે જરૂર હોય ત્યારે ફરીથી રોટલી કે ભાખરી બનાવી લે છે. તેમજ વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ વાસી લોટની રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનકારક છે.

LOT

બાંધેલો લોટ ફ્રીજમાં સ્ટોર કરવાથી તેમા ફ્રીજનો હાનિકારક ગેસ પ્રવેશે છે. તેવામાં આ લોટની રોટલી ખાવાથી તમે બીમાર પડી શકો છો. આ ઉપરાંત લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયા શરૂ થાય છે. તેનાથી લોટમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે. ફ્રીજમાં રાખેલા લોટથી રોટલી બનાવો તો તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. વાસી લોટની રોટલી ખાવાથી પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટ સંબંધિત અન્ય સમસ્યા થઈ શકે છે.

વાસી લોટની રોટલી ખાવાથી ડાઈજેશન પર અસર થાય છે અને તેનાથી ઈમ્યુનિટી પણ નબળી પડે છે. તેમજ લોટ બાંધી લીધા બાદ તેનો ફટાફટ ઉપયોગ કરી  લો, કારણ કે એક કલાક બાદ તેમાં રાસાયણિક ફેરફાર થવા લાગે છે. જો આ રહેવા દીધેલા વાસી લોટની રોટલીઓ કે પરોઠા, ભાખરી ખાશો તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.